Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Air India નો મોટો નિર્ણય: ફ્યુઅલ સરચાર્જ હવે અંતર આધારે
    Business

    Air India નો મોટો નિર્ણય: ફ્યુઅલ સરચાર્જ હવે અંતર આધારે

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarApril 7, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Air India Flight Emergency Landing
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    8 એપ્રિલથી બદલાશે Air Indiaના ટિકિટના દર

    Air India એ વૈશ્વિક સ્તરે જેટ ફ્યુઅલની કિંમતોમાં ભારે વધારો થતા ફ્યુઅલ સરચાર્જમાં મોટો ફેરફાર જાહેર કર્યો છે. 8 એપ્રિલ 2026થી કંપની જૂના ફ્લેટ સરચાર્જને હટાવીને ડિસ્ટન્સ આધારિત નવો સ્લેબ સિસ્ટમ લાગુ કરશે. આ બદલાવ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ્સ પર લાગુ થશે, જેના કારણે આવનારા સમયમાં હવાઈ મુસાફરી મોંઘી બનવાની શક્યતા છે.

    આ નિર્ણય પાછળ મુખ્ય કારણ વૈશ્વિક બજારમાં Jet Fuel ના ભાવમાં તેજી છે, જે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવના કારણે વધ્યા છે. Tata Group ની માલિકીની આ એરલાઇન મુજબ, ઘરેલુ રૂટ્સ પર નવા દર 8 એપ્રિલથી અને આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર 10 એપ્રિલથી લાગુ થશે.

    ઘરેલુ ઉડાનો પર અસર (8 એપ્રિલથી)

    ઘરેલુ મુસાફરી માટે હવે એકસરખા સરચાર્જને બદલે અંતર આધારિત મોડલ અપનાવવામાં આવ્યું છે.
    0 થી 500 કિમી સુધીની ટૂંકી મુસાફરી માટે પ્રતિ સેક્ટર 299 રૂપિયા વધારાના લાગશે.
    જ્યારે 2000 કિમીથી વધુ લાંબી મુસાફરી માટે આ સરચાર્જ 899 રૂપિયા સુધી જઈ શકે છે.

    આ ફેરફાર સરકારના નિર્ણયને અનુરૂપ છે, જેમાં ઘરેલુ ATFના ભાવમાં વધારો 25 ટકા સુધી મર્યાદિત રાખવામાં આવ્યો છે. છતાં, આ મર્યાદિત વધારાથી પણ ટિકિટના ભાવમાં વધારો થવાની શક્યતા છે.AIR INDIA

    આંતરરાષ્ટ્રીય ઉડાનો પર અસર (10 એપ્રિલથી)

    1. લાંબા અંતરના રૂટ્સ પર સરચાર્જમાં નોંધપાત્ર વધારો થયો છે.
    2. ઉત્તરી અમેરિકા અને ઓસ્ટ્રેલિયા માટે પ્રતિ સેક્ટર લગભગ 280 ડોલર (આશરે 23,400 રૂપિયા) સુધીનો સરચાર્જ લાગશે.
    3. યુરોપ અને યુકે માટે આશરે 205 ડોલર (લગભગ 17,000 રૂપિયા) પ્રતિ સેક્ટર ચૂકવવા પડશે.
    4. આફ્રિકા અને મધ્ય એશિયા માટે 130 ડોલર (લગભગ 10,800 રૂપિયા) નો સરચાર્જ રહેશે.
    5. મિડલ ઈસ્ટ માટે લગભગ 50 ડોલર (આશરે 4,200 રૂપિયા) પ્રતિ સેક્ટર લાગશે.
    6. દક્ષિણ-પૂર્વ એશિયા અને ચીન માટે સરચાર્જ આશરે 100 ડોલર (લગભગ 8,300 રૂપિયા) રહેશે, જ્યારે સિંગાપુર માટે આ દર 60 ડોલર છે.
    7. SAARC દેશો જેમ કે નેપાળ અને શ્રીલંકા માટે લગભગ 24 ડોલર (આશરે 2,000 રૂપિયા) નો સરચાર્જ લાગશે.

    પહેલેથી બુક થયેલી ટિકિટ્સ પર અસર

    Air India એ સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત તારીખો પહેલા બુક થયેલી ટિકિટ્સ પર નવો સરચાર્જ લાગુ નહીં થાય, જો સુધી મુસાફર પોતાની યાત્રાની તારીખ અથવા રૂટમાં કોઈ ફેરફાર ન કરે. કંપનીએ વધુમાં જણાવ્યું છે કે બજારની પરિસ્થિતિ મુજબ આ સરચાર્જની સમીક્ષા ચાલુ રહેશે.

    Air India Air India Fuel Surcharge Air India News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      Nonveg Thali: ક્રિસિલ રિપોર્ટ, નોન-વેજ થાળી સસ્તી, વેજ થાળી સ્થિર; જાણો શા માટે

      April 7, 2026

      Indian currency: વૈશ્વિક તણાવ વચ્ચે રૂપિયાને રાહત, ડોલર સામે મજબૂત

      April 7, 2026

      Gold Silver Price: આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો તમારા શહેરમાં આજના નવીનતમ ભાવ

      April 7, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.