અટલ બ્રિજ બાદ શહેરના નાગરિકોને વધુ એક નવું નજરાણું મળશે. નોંધનિય છે તે, સાબરમતી પર બનાવવામાં આવેલા અટલબ્રીજ પર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. હવે તેની નજીક જ વધુ એક નજરાણું અમદાવાદના લોકોને મળવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ૧૦૦ વર્ષથી વધુ જુના એલિસબ્રિજને ટુરિસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવાનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે.
અમદાવાદની ઓળખ સમા એલિસબ્રિજના રંગરૂપ હદલાવા જઈ રહ્યા છે.વર્ષ ૧૮૯૨ માં અંગ્રેજાે દ્વારા બનાવવામાં આવેલા લકકડીયા પુલ એટલે કે એલિસબ્રિજને છેલ્લા ૮ વર્ષથી રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે અને વર્ષ ૨૦૦૮ થી વાહનચાલકો માટે પણ બંધ કરવામાં આવ્યો છે. લકકડીયા પુલ જે અમદાવાદના ગુજરાત કોલેજથી લાલ દરવાજાને જાેડતો બ્રિજ છે.ત્યાં હવે બ્રિજના વચ્ચેના ભાગને રિડિઝાઇન કરવામાં આવનાર છે.