જ્ઞાનવાપી પરિસરમાં સુપ્રીમે આપેલા ચુકાદા અનુસાર આજથી શરુ થવાનો હતો. આજે સવારે એએસઆઈની સર્વે ત્યાં પહોંચી હતી. પરંતુ ફરીથી આ મામલા પર સુપ્રીમ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર, જ્યારે આ મામલાની સુનાવણી સવારે ૧૦.૩૦ વાગ્યે શરૂ થઈ ત્યારે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને પૂછ્યું કે, તેઓ આ મામલે હાઈકોર્ટમાં કેમ ન ગયા. આ સાથે સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પૂછ્યું કે, એએસઆઈકેવી રીતે કામ કરે છે. આ મામલે સુપ્રીમ કોર્ટ ફરીથી ચુકાદો આપતા કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઇકોર્ટમાં જવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે અને વૈજ્ઞાનિક રીતે આ સર્વે ચાલુ રાખવા આદેશ આપ્યો છે. આ આદેશથી હિંદુ પક્ષને મોટી રાહત મળી છે. જાેકે સુપ્રીમે આપેલા આદેશ અનુસાર એએસઆઈબે અઠવાડિયા સુધી કોઈ ખોદકામ કરી શકશે નહી.
જિલ્લા કોર્ટના આદેશ પર એએસઆઈની ટીમ આજે સવારે ૭ વાગ્યાથી જ્ઞાનવાપીમાં સર્વે કરી રહી હતી. મુસ્લિમ પક્ષ સર્વે માટે પહોંચ્યા ન હતા. મુસ્લિમ પક્ષે સર્વોચ્ચ અદાલતને ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી સર્વે પર રોક લગાવવાની માંગ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુપ્રીમ કોર્ટે યુપી સરકારને એએસઆઈના કામ વિશે પૂછ્યું હતુ. મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં કોર્ટે આપેલા સર્વેના આદેશ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે, સર્વે માટે આવો નિર્દેશ સુપ્રીમ કોર્ટના ર્નિણયની વિરુદ્ધ છે. મસ્જિદ કમિટીએ કહ્યું છે કે, ખોદકામ સહિતના સર્વેનો આદેશ મુસ્લિમોના પરિસરમાં પ્રવેશમાં અવરોધ ઉભો કરે છે.
જ્ઞાનવાપી સંકુલના પુરાતત્વીય સર્વેક્ષણ માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની ટીમ આજે સવારે સાત વાગ્યાથી ટીમ સર્વે માટે કેમ્પસમાં પહોંચી છે. કાશી વિશ્વનાથ ધામના ગેટ નંબર ચારથી એએસઆઈની ટીમ આધુનિક મશીનો સાથે આવી પહોંચી છે. આ અગાઉ હિંદુ પક્ષના વકીલ મદન મોહન યાદવે અહીં જણાવ્યું હતું કે એએસઆઈટીમ આજે જ્ઞાનવાપી કેમ્પસમાં વજુખાના સિવાય સમગ્ર કેમ્પસનો સર્વે શરૂ કરશે.
હિંદુ પક્ષે સર્વેમાં સહકારની વાત કરી છે, જ્યારે અંજુમન ઇન્તેજામિયા મસાજિદ કમિટીએ જિલ્લા ન્યાયાધીશના આદેશ સામે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને ટાંકીને સર્વેની તારીખ લંબાવવાની માંગ કરી છે. આ સાથે જ કહ્યું કે તે આજે સર્વેમાં ભાગ નહીં લે અને તેનો બહિષ્કાર કરશે. બીજી તરફ જ્ઞાનવાપી કેમ્પસના સર્વેને લઈને જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે ૨૧ જુલાઈએ આદેશ આપ્યો હતો કે એએસઆઈએ જ્ઞાનવાપી કેમ્પસમાં સ્થિત વજુખાના સિવાયના બાકીના ભાગોની વૈજ્ઞાનિક તપાસ કરવી જાેઈએ તેમજ ૪ ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ બનાવો અને જણાવો કે મંદિર તોડીને તેની ઉપર મસ્જિદ બનાવવામાં આવી છે કે કેમ. કોર્ટે વિવાદિત ભાગ સિવાય સમગ્ર કેમ્પસના એએસઆઈસર્વેને મંજૂરી આપી હતી. આ અગાઉ સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર મળી આવેલા કથિત શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણ અનેકાર્બન-ડેટિંગને મંજૂરી આપતા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશો પર રોક લગાવી દીધી હતી.
આ બાબતે એક પક્ષ કહે છે કે તે શિવલિંગ છે અને બીજી બાજુ કહે છે કે તે ફુવારો છે. હવે આ પરીસરના સર્વેથી ખબર પડશે કે મસ્જિદ કેટલી જૂની છે અને હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલા દાવામાં કેટલી સત્યતા છે. કોર્ટ કમિશનર અજય મિશ્રાએ ૬-૭ મેના રોજ જ્ઞાનવાપી પરીસસનો સર્વે કર્યો હતો. આ સર્વેના અહેવાલ અનુસાર, એવું કહેવાય છે કે પરિસરની દિવાલો પર દેવી-દેવતાઓની કલાકૃતિઓ, કમળની કેટલીક કલાકૃતિઓ અને શેષનાગ જેવો આકાર જાેવા મળ્યો હતો.