મહાનગરો બાદ હવે જિલ્લામાં પણ રોગચાળાએ કહેર મચાવ્યો હતો. વલસાડના સેલવાસ અને વાપીમાં ડેન્ગ્યુ જીવલેણ બન્યો છે. ડેન્ગ્યુના કહેરના પગલે સેલવાસના યુવક અને વાપીના એક વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી મોત થયું છે.
મહાનગરો બાદ હવે જિલ્લામાં પણ રોગચાળાએ કહેર મચાવ્યો હતો. વલસાડના સેલવાસ અને વાપીમાં ડેન્ગ્યુ જીવલેણ બન્યો છે. ડેન્ગ્યુના કહેરના પગલે સેલવાસના યુવક અને વાપીના એક વિદ્યાર્થીનું ડેન્ગ્યુથી મોત થયું છે. છેલ્લા એક મહિનામાં સેલવાસમાં ડેન્ગ્યુના ૨૦ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અને ડેન્ગ્યુના કહેરને રોકવા આરોગ્ય વિભાગે દવાના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ જાન્યુનારીથી ચાલુ મહિના સુધી દાદરાનગર હવેલીમાં ૧૪૨ ડેન્ગ્યુના કેસ સામે આવ્યા છે.
આ અગાઉ સુરતમાં રોગચાળાથી ચાલુ સિઝનમાં ગઈકાલે વધુ ૨ લોકોનાં મોત થયા હતા. આ સાથે કુલ ૩૦થી વધુ લોકોનાં મોત થતાં હાહાકાર મચી ગયો હતો. નઘરોળ આરોગ્ય તંત્ર રોગચાળો નાથવામાં સદંતર નિષ્ફળ રહ્યું હતુ. સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો જીવલેણ બની ગયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી શરદી-ખાંસી, તાવ, ઝાડા-ઊલટી સહિતના દર્દીઓ લાંબી કતારો લગાવી રહ્યા છે.