Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»નાઈજરમાં તખ્તા પલટ્યા બાદ રાષ્ટ્રપતિને બંદી બનાવાયા નાઈજરના રાષ્ટ્રપતિ પર સેના દ્વારા ક્રૂર વ્યવહાર, ભોજન-પાણી બંધ
    WORLD

    નાઈજરમાં તખ્તા પલટ્યા બાદ રાષ્ટ્રપતિને બંદી બનાવાયા નાઈજરના રાષ્ટ્રપતિ પર સેના દ્વારા ક્રૂર વ્યવહાર, ભોજન-પાણી બંધ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    આફ્રિકન દેશ નાઈજરમાં ૨૬ જુલાઈએ સેનાએ તખ્તા પલટ કર્યા બાદ હવે રાષ્ટ્રપતિ મહોમ્મદ બજૌમને બંદી બનાવીને રાખવામાં આવ્યા છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ પર સેના દ્વારા ક્રુરતા આચરવામાં આવી રહી છે. તેમનુ ખાવા પીવાનુ પણ આપવામાં આવી રહ્યુ નથી. રાજધાની નિયામેમાં રાષ્ટ્રપતિ બજૌમના પત્ની તેમજ પુત્રને પણ નજર કેદ રાખવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ બજૌમની નિકટના લોકોનુ કહેવુ છે કે, તેમની પાસે ખાવા પીવાની વસ્તુઓ ખૂટી ગઈ છે. વીજળી અને પાણીના જાેડાણો પણ કાપી નાંખવામાં આવ્યા છે. નજર કેદમાં રાષ્ટ્રપતિ બજૌમ તથા તેમના પરિવાર પર જુલ્મ થઈ રહ્યા છે.

    સેનાનુ કહેવુ છે કે, પદભ્રષ્ટ કરાયેલા રાષ્ટ્રપતિ બજૌમ પર રાજદ્રોહનો કેસ ચાલશે. તેમને દોષી ઠેરવવામાં આવ્યા તો મોતની સજા પણ થઈ શકે છે. તેમની સામે ઘણા પૂરાવા મળ્યા છે. જે બતાવી રહ્યા છે કે, રાષ્ટ્રપતિ બજૌમ દેશ સાથે ગદ્દારી કરી છે. સેનાએ તખ્તા પલટ કર્યા બાદ દેશમાં સ્થિતિ તનાવપૂર્ણ છે. જાેકે સેનાના પ્રવક્તા કર્નલ અમાદો અબ્દ્રમાનેએ ક્હ્યુ હતુ કે, જે અધિકારીઓને કેદ કરવામાં આવ્યા છે તેમની સાથે માનવીય વ્યવહાર થઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ બજૌમને તબીબી સુવિધાઓ પણ અપાઈ રહી છે.

    જાેકે તખ્તા પલટ બાદ આફ્રિકન દેશોનુ ટેન્શન વધી ગયુ છે. તેમણે નાઈજરમાં ફરી લોકશાહી સ્થાપવા માટે સેના મોકલવાની પણ તૈયારી બતાવી છે. આફ્રિકન દેશોએ રાષ્ટ્રપતિ બજૌમને સત્તા સોંપવા માટે નાઈજરની સેનાના જનરલને ચીમકી આપી હતી પણ તેની કોઈ અસર થઈ નથી. ઉલટાનુ નાઈજરની સેનાએ ધમકી આપી છે કે, અન્ય દેશોના એક પણ સૈનિકે દેશમાં પગ મુકયો તો તેને મારી નાંખવામાં આવશે. નાઈજરના મુદ્દે અમેરિકા અને રશિયા પણ આમને સામને છે. રશિયા નાઈજરમાં તખ્તા પલટ કરનાર જનરલને સમર્થન આપી રહ્યુ હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    PAK એ બોલાવી પરમાણુ હથિયાર અંગે નિર્ણય લેનારી ઓથોરિટીની બેઠક

    May 10, 2025

    Lahore Blast Today: ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં હવે ડ્રોન હુમલાઓ, લાહોર 3 વિસ્ફોટોથી હચમચી ગયું

    May 8, 2025

    Donald Trump: ટ્રમ્પના જવાબી ટેરિફથી ભારતના આ 10 ક્ષેત્રો પ્રભાવિત થશે, જાણો કેવી રીતે

    April 1, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.