દુનિયા એક તરફ અયોધ્યામાં શ્રીરામલલા જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિર બનતા જાેઈ રહી છે. ત્યારે, બીજી તરફ હવે માતા સીતાના જન્મસ્થળને પણ ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જાેકે, બિહારના સીતામઢીમાં જાનકી દેવી જન્મસ્થળ આવેલું છે. અહીં પનૌરા ધામ જાનકી દેવી મંદિર પહેલાથી જ છે, પરંતુ હવે આને ડેવલપ કરાવવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવાઈ છે.
બિહાર સરકારે પનૌરા ધામ જાનકી દેવી મંદિરને વિકસિત કરવા માટે ૭૨ કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ ર્નિણય મંગળવારે મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો છે.રાજ્ય પર્યટન વિભાગે કેબિનેટ સમક્ષ પ્રસ્તાવ રાખ્યો હતો. બેઠક અંગે જણાવતા કેબિનેટ સચિવાલયના અધિક મુખ્ય સચિવ એસ. સિદ્ધાર્થે કહ્યું કે, કેબિનેટે સીતામઢી જિલ્લામાં પુનૌરા ધામ જાનકી મંદિરના વિકાસ માટે ૭૨.૪૭ કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. અહીં દર વર્ષ ઘરેલૂ અને વિદેશી તીર્થયાત્રા મોટી સંખ્યામાં આવે છે.
આ પ્રોજેક્ટ હેઠળ નીતીશ સરકાર સીતામઢી જિલ્લામાં સિતા-વાટિકા, લવ-કુશ વાટિકા વિકસિત કરાશે. આ સિવાય પરિક્રમા પથનું નિર્માણ કરાશે. ડિસ્પ્લે કિયોસ્ક, કૈફેટેરિયા, બાળકોના રમવાનું ક્ષેત્ર તૈયાર કરાશે. કેબિનેટ સચિવ અનુસાર, અહીં આવનારા તમામ રોડને જાેડવામાં આવશે અને આ તીર્થ સ્થળને પણ જલ્દીથી જલ્દી વિકસિત કરાશે.તેમણે કહ્યું કે, આ સિવાય, સાઈટની ચોતરફ વિષયગત ગેટ અને પાર્કિંગ ક્ષેત્ર પણ બનાવવામાં આવશે. આ સિવાય કેબિનેટે ગયાજી ધામમાં તીર્થયાત્રીઓ માટે એક ધર્મશાળાના નિર્માણ માટે ૧૨૦.૧૫ કરોડ રૂપિયાનું બજેટ પણ મંજૂર કરી દીધું છે.દર વર્ષે ગયાના વિષ્ણુપદ મંદિરમાં પિતૃ પક્ષ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. પિંડદાન અનુષ્ઠાન કરાવવા માટે લાખોની સંખ્યામાં લોકો વિષ્ણુપદ મંદિર આવે છે. તેને જાેતા સરકારે એક હજાર બેડવાળી ધર્મશાળાનું નિર્માણ કરવાનો ર્નિણય લીધો છે.
