૭ લાખ પશુપાલકો માટે ખુશીના સમાચારઃ અમૂલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં રૂપિયા ૩૦નો વધારો કરાયો છે, ૧૧ ઓગસ્ટથી પ્રતિકિલો ફેટ ૮૫૦ રૂપિયા ચુકવવામાં આવશેઆ ભાવ વધારો ૧૧ ઓગસ્ટથી લાગુ કરવામાં આવશે અને હવે નવો ભાવ પ્રતિકિલો ફેટ ૮૫૦ રૂપિયા કરાયો છે. ગાયના દૂધમાં પણ પ્રતિકિલો ફેટે ૧૩.૭૦ રૂપિયાનો વધારો કરાયો છે. અમૂલ ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. જેની જગ વિખ્યાત વિવિધ પ્રોડ્કટ ધૂમ મચાવી રહી છે.
ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો ર્નિણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે ૮૨૦ રૂપિયા હતો જેમાં ૩૦ રૂપિયાનો વધારો કરી ૮૫૦ રૂપિયા પ્રતિ કિલો ફેટે કરાયો છે. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અમૂલ ડેરીના આ ર્નિણયથી ૭ લાખ પશુપાલકોને ફાયદો થશે.