આજે માર્કેટમા સામાન્ય ચાલ જાેવા મળી, દિવસના અંતે માર્કેટમાં સામાન્ય વધારા સાથે બંધ રહ્યું, સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ઇન્ડેક્સમાં મામૂલી તેજી જાેવા મળી. આજે કમજાેર શરૂઆત બાદ માર્કેટમાં રિક્વરી જાેવા મળી અને દિવસના અંતે સેન્સેક્સ ૦.૨૧ ટકા અને ૧૩૭.૫૦ પૉઇન્ટના ઉછાળા સાથે ૬૫,૫૩૯.૪૨ ના સ્તર પર બંધ રહ્યો હતો, તો વળી, નિફ્ટી પણ સામાન્ય અપ રહ્યો હતો, નિફ્ટી ઇન્ડેક્સ ૦.૧૬ ટકા સાથે ૩૦.૪૫ પૉઇન્ટ ઉછળીને ૧૯,૪૬૫.૦૦ પર બંધ રહ્યો હતો. આજે દિવસના કારોબારમાં ભારે ઉતાર ચઢાવ જાેવા મળ્યો. બેન્ક અને મેટલ શેરોને છોડી દઇએ તો તમામ સેક્ટૉરિયલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં કામ કરી રહ્યાં હતા. પાવર રિયલ્ટી, આઇટી ફાર્મા અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૦.૫ ટકાની લીડ સાથે દેખાયા તો વળી, એપોલો હોસ્પિટલ્સ, ઈન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસીએ અને લાર્સન અને લાર્સન એન્ડ ટુબ્રો નિફ્ટીના ટૉપ ગેનર રહ્યાં. જ્યારે બીજીબાજુ ટાટા સ્ટીલ, એચડીએફસી લાઈફ, હિરો મોટોકોર્પ, અદાણી પોર્ટસ અને હિન્દાલકો ઈન્ડસ્ટ્રીસ ટૉપ લૂઝર છે.
આ સપ્તાહે સતત બીજા દિવસે ભારતીય શેરબજાર નીચલા સ્તરેથી રિકવર થયા બાદ લીલા નિશાનમાં બંધ થયું છે. આજે પણ સેન્સેક્સ ૧૬૨ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. અને એક સમયે સેન્સેક્સમાં ૩૬૮ પોઈન્ટનો ઘટાડો જાેવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૫ પોઈન્ટ ઘટીને ખુલ્યો હતો અને ૧૧૭ પોઈન્ટ નીચે સરકી ગયો હતો. પરંતુ બજાર બંધ થવાના છેલ્લા એક કલાકમાં થયેલી ખરીદીને કારણે સેન્સેક્સ ૧૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૬૫,૫૩૯ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૯,૪૬૫ પોઈન્ટ પર બંધ થયો છે. આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો તેજી સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ અને મેટલ્સ શેરોમાં ઘટાડો જાેવા મળ્યો છે.
આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો તેજી સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ અને મેટલ્સ શેરોમાં ઘટાડો જાેવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ખરીદારી જાેવા મળી હતી. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૭ વધ્યા અને ૧૩ નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૨૫ શેરો તેજી સાથે અને ૨૫ ઘટાડા સાથે બંધ થયા હતા.
આજના કારોબારમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૪૪ ટકા, એનટીપીસી ૨.૦૪ ટકા, ટાટા મોટર્સ ૧.૯૨ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૫૫ ટકા, પાવર ગ્રીડ ૧.૩૭ ટકા, મારુતિ સુઝુકી ૧.૧૩ ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ટાટા સ્ટીલ ૧.૯૦ ટકા, ભારતી એરટેલ ૧.૧૪ ટકા, બજાજ ફિનસર્વ ૦.૮૬ ટકા, એક્સિસ બેન્ક ૦.૬૭ ટકા ઘટીને બંધ થયા હતા.
આજના કારોબારમાં બજારના નીચલા સ્તરેથી રિકવરી આવ્યા બાદ રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૩૦૪.૩૬ લાખ કરોડ પર બંધ થયું છે, જે અગાઉના સત્રમાં ઘટીને ઇં૩૦૩.૬૭ બિલિયન થયું હતું. એટલે કે આજના વેપારમાં માર્કેટ કેપમાં રૂ. ૬૯,૦૦૦કરોડનો ઉછાળો આવ્યો છે.