ADB in FY25: એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) એ ગુરુવારે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિનું અનુમાન અગાઉના 6.7 ટકાથી વધારીને સાત ટકા કર્યું છે. ADBએ જણાવ્યું હતું કે જાહેર અને ખાનગી ક્ષેત્રની રોકાણની માંગ મજબૂત વૃદ્ધિનો માર્ગ મોકળો કરશે.
ADBએ જણાવ્યું હતું કે જો કે 2024-25 માટે વૃદ્ધિનો અંદાજ 2022-23 નાણાકીય વર્ષ માટે અંદાજિત 7.6 ટકા કરતાં ઓછો છે.ગત વર્ષે ડિસેમ્બરમાં, ADBએ નાણાકીય વર્ષ 2024-25માં વૃદ્ધિ દર 6.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
