Adani Group stocks:
અદાણી ગ્રૂપઃ ફેબ્રુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ, મૂડીઝે આ ચાર કંપનીઓના આઉટલૂકની સમીક્ષા કરતી વખતે તેને સ્થિરથી ઘટાડીને નેગેટિવ કરી દીધું હતું.
અદાણી ગ્રુપ સ્ટોક્સઃ અદાણી ગ્રુપ માટે રાહતના સમાચાર છે. મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે અદાણી ગ્રુપની ચાર કંપનીઓને અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકન શોર્ટસેલર હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ બહાર આવ્યા બાદ મૂડીઝે અદાણી ગ્રૂપની આ ચાર કંપનીઓના આઉટલુકને નેગેટિવ કરી દીધો હતો. પરંતુ હવે મૂડીઝે તેને અપગ્રેડ કરીને સ્થિર કરી દીધું છે.
- રેટિંગ એજન્સી મૂડીઝે અદાણી ગ્રીન એનર્જી, અદાણી ગ્રીન એનર્જી રિસ્ટ્રિક્ટેડ ગ્રૂપ (AGEL – RG-1), અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ વન અને અદાણી ઈલેક્ટ્રીસિટી મુંબઈના રેટિંગ નેગેટિવમાંથી સ્ટેબલમાં અપગ્રેડ કર્યા છે. ગયા વર્ષે ફેબ્રુઆરી 2023માં હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યા બાદ, મૂડીઝે આ ચાર કંપનીઓના આઉટલૂકની સમીક્ષા કરતી વખતે તેને સ્થિરથી ઘટાડીને નેગેટિવ કરી દીધી હતી. મૂડીઝે તે સમયે મૂડીની પહોંચ અને મૂડી નુકશાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
- મૂડીઝે અદાણી પોર્ટ્સ અને SEZ, અદાણી ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી રિસ્ટ્રીક્ટેડ ગ્રુપ (AGEL RG-2) અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ રિસ્ટ્રીક્ટેડ ગ્રુપ વન (AESL RG1)ના આઉટલૂકને સ્થિર રેટિંગ આપ્યું છે.
- 24 જાન્યુઆરી, 2023ના રોજ, હિંડનબર્ગ રિસર્ચે એક અહેવાલ બહાર પાડ્યો હતો જેમાં અદાણી ગ્રૂપ પર શેરના ભાવમાં ચાલાકી કરવાનો આરોપ મૂક્યો હતો. આ અહેવાલ સામે આવ્યા બાદ શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રુપના તમામ 10 શેરોમાં ઘટાડો શરૂ થયો હતો. રિપોર્ટના કારણે અદાણી ગ્રુપના શેરમાં 85 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. ગ્રુપના માર્કેટ કેપમાં રૂ. 12 લાખ કરોડનો ઘટાડો થયો છે. હિંડનબર્ગના અહેવાલને એક વર્ષ વીતી ગયું છે. અદાણી જૂથની કંપનીઓના ઘણા શેરો તે ઘટતા તબક્કામાંથી બહાર આવ્યા છે. જો કે, ઘણા શેરો હજુ પણ તે આંચકામાંથી બહાર આવી શક્યા નથી.
