ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોના યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત નિપજ્યા છે, ત્યારે ઝારખંડના રામગઢની એક ખાનગી સ્કુલમાં હમાસની હિંસાનો વીડિયો વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો છે. સ્કુલના વોટ્સએપ ગ્રુપ પર હમાસની હિંસાનો વીડિયો અને કેટલાક અશ્લિલ વીડિયો પોસ્ટ થયા બાદ વહિવટીતંત્રએ મોટી કાર્યવાહી કરી છે. મળતા અહેવાલો મુજબ રામગઢ જિલ્લાની એક ખાનગી સ્કુલના વોટ્સએપ ગ્રુપ પર હમાસ હિંસાનો વીડિયો અને કેટલાક અશ્લિલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા, જ્યારે આ વીડિયો શાળાના બાળકોના વાલીઓએ જાેયો તો હંગામો મચી ગયો. પૂછપરછ બાદ જાણવા મલ્યું કે, સ્કુલના જ એક વિદ્યાર્થીએ વીડિયો શેર કર્યા હતા.
જ્યારે વાલીઓએ શાળાના બાળકોના સ્માર્ટફોન પર પોસ્ટ થયેલ વીડિયો જાેયો તો તેમણે મંગળવારે સ્કુલ પહોંચી પ્રિન્સિપાલને ફરયિાદ કરી. ઉપરાંત વૉટ્સએપ ગ્રુપમાં હમાસ હિંસાનો વીડિયો શેર કરનારા વિદ્યાર્થી સામે કાર્યવાહગી કરવા માંગ કરી.વૉટ્સએપ ગ્રુપમાં વીડિયો શેર કરવા મામલે રજરપ્પા પોલીસ સ્ટેશનના પ્રભારી હરિનંદન સિંહે કહ્યું કે, આ ઘટના એક ખાનગી શાળાના વૉટ્સએપ ગ્રુપ છે. ગ્રુપના સેટિંગ્સથી વીડિયોને ડિલીટ કરી દેવાયા છે અને આ વૉટ્સએપ ગ્રુપ પર શેર કરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ઉપરાંત સ્કુલે વીડિયો શેર કરનાર વિદ્યાર્થીને વૉટ્સએપ ગ્રુપમાંથી હટાવી દીધો છે. આ ઘનટા અંગે જિલ્લાના ડીસી ચંદન કુમારે કહ્યું કે, આ ઘટના અંગે તપાસ કરાશે અને દોષિત સામે કાર્યવાહી કરાશે.
ઉલ્લેખનિય છે કે, ભારતીય સરકારે ઈઝરાયેલમાં હમાસના હુમલા બાદ ત્યાં રહેતા ભારતીયો માટે મહત્વની એડવાઈઝરી બહાર પાડી હતી. ભારતીય દૂતાવાસે પણ ત્યાં રહેતા તમામ ભારતીયોને સાવધાન રહેવા અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા માટે કહ્યું. ઉપરાંત કામ વગર બહાર ન નિકળવાની અને સુરક્ષા સ્થળોની નજીક રહેવાની સલાહ આપી છે.