સુરત શહેરના મહિધરપુરા પોલીસના ચોપડે વર્ષ ૧૯૯૭માં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં છેલ્લા ૨૭ વર્ષથી ફરાર આરોપીની સુરત પીસીબી દ્વારા સચિન ખાતેના ઇન્ડસ્ટ્રીયલ ખાતામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ ગુનો આચર્યો હતો તે વેળાએ તેની ઉંમર ૨૫ વર્ષ હતી. જ્યાં આજે આરોપીની ઉંમર ૫૧ વર્ષ છે. ગુનાને અંજામ આપી આરોપી ઓરિસ્સામાં વતને નાસી છૂટ્યો હતો. જ્યાં આરોપી ખૂબ જ શાતિર હોવાથી પોલીસ પકડવા માટે જાય ત્યારે ભાગી છૂટતો હતો. જાે કે, પોતે હવે પોલીસના હાથે નહીં પકડાય તેવા વિશ્વાસ સાથે આરોપીને હતો. જ્યાં સચિન ખાતે આવેલ સંચા ખાતામાંથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી કેટલો પણ શાતિર હોય પરંતુ ‘કાનૂન કે હાથ લંબે હોતે હૈ’ તે કહેવત સાચી ઠરી છે. વર્ષ ૨૦૨૩ દરમિયાન આવા ૨૯૫ જેટલા આરોપીઓની શહેર પોલીસ દ્વારા હમણાં સુધી ધરપકડ કરવામાં આવી છે.
હિન્દી ફિલ્મોમાં સાંભળવા મળતા ડાયલોગ રીયલ લાઇફમાં જાેવા મળ્યા છે. કારણ કે સુરત પોલીસે છેલ્લા ૨૭ વર્ષથી હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીની સચિનમાં આવેલા સંચામાંથી ધરપકડ કરી છે. સુરત પોલીસ કમિશનર અજય તોમરના જણાવ્યા અનુસાર, ગંભીર ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત સુરત પીસીબીની ટીમ દ્વારા સચિનમાં આવેલા અને સંચામાં કામ કરતા ડોક્ટર ઉર્ફે કાકા પ્રધાન નામના આરોપીની ૨૭ વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ સુરતના મહિધરપુરા પોલીસ ચોપડે વર્ષ ૧૯૯૭માં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જે ગુનો નોંધાતાની સાથે આરોપી પોતાના વતન ઓરિસ્સા ભાગી છુટ્યો હતો. પોલીસ આરોપીની ધરપકડ કરવા અવારનવાર ઓરિસ્સા જતી હતી. પરંતુ આરોપી ઘણો શાતિર હોવાથી પોલીસ તેના સુધી પહોંચે તે પહેલા ભાગી છુટતો હતો. આરોપીને પોતાના પર વિશ્વાસ હતો કે હવે પોલીસ તેને નહીં પકડી શકે. પરંતુ ‘કાનૂન કે હાથ લંબે હોતે હૈ’ તે કહેવત સાર્થક થઈ અને સુરત પીસીબીએ સચિનમાં આવેલા સંચા ખાતામાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત પીસીબી દ્વારા હાથ ધરવામાં આવી છે.
વધુમાં સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ‘શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન વર્ષ ૨૦૨૩માં ગંભીર ગુનામાં ફરાર ૨૯૫ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં છેલ્લા દસ વર્ષથી વધુ સમય પોલીસ ધરપકડથી બચવા ભાગતા ફરતા ૭૫ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપી કોઈ પણ ગુનો કરી ભાગી છૂટે પરંતુ પોલીસના હાથ તેની સુધી પહોંચી જશે. પોલીસ અને કાયદાનો હાથ આરોપી સુધી ચોક્કસ રીતે પહોંચી જશે. આમ સુરત શહેર પોલીસના અલગ અલગ ચોપડે નોંધાયેલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અન્વયે હમણાં સુધી મોટાભાગના આરોપીઓને ઝડપી પાડવામાં શહેર પોલીસને સફળતા મળી છે.’