Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»AC remote power: AC રિમોટમાં છુપાયેલું વીજળી બચાવનાર બટન
    Technology

    AC remote power: AC રિમોટમાં છુપાયેલું વીજળી બચાવનાર બટન

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 10, 2025Updated:June 10, 2025No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    AC remote power:
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    AC remote power: નાનું બટન તમારા વીજળી બિલને અડધું ઘટાડી શકે

    AC remote power: જ્યારે આપણે એસી ખરીદીએ છીએ, ત્યારે આપણે તેના કૂલિંગ, સ્ટાર રેટિંગ અને બ્રાન્ડ પર ઘણું ધ્યાન આપીએ છીએ. પરંતુ એક વસ્તુ જે સૌથી વધુ અવગણવામાં આવે છે તે છે એસી રિમોટ. જ્યારે એસીના તમામ સ્માર્ટ ફીચર્સ તેના દ્વારા નિયંત્રિત થાય છે. શું તમે ક્યારેય નોંધ્યું છે કે, એક નાનું બટન તમારા વીજળી બિલને અડધું ઘટાડી શકે છે?

    આ ખાસ બટન કયો છે?
    આ બટન દરેક એસી બ્રાંડમાં અલગ નામથી ઓળખાય છે. જેમ કે LG માં તેને “4 in 1” અને Daikin માં “Econo Mode” કહે છે. આ બટન એ કંપ્રેસર કંટ્રોલ માટે હોય છે, જે તમારી વીજળીની ખપત ઘટાડવામાં મદદ કરે છે.

    AC remote power:

    કેવી રીતે કામ કરે છે આ બટન?
    આ બટન ઇન્વર્ટર ACsમાં હોય છે અને સીધો સંબંધ કંપ્રેસરની પાવર સાથે છે. કંપ્રેસર એ એસીનો સૌથી વધારે વીજળી વાપરતો ભાગ છે. આ બટન કંપ્રેસરની પાવર 100% ની બદલે 80%, 60%, અથવા 40% પર સેટ કરી શકે છે, જેથી વીજળીનું વપરાશ ઓછું થાય છે.

    લાંબા સમયના ઉપયોગમાં ફાયદો
    જો તમે રાતભર એસી ચલાવો છો અથવા ઓફિસમાં 8-10 કલાક ચાલે છે, તો આ મોડ ચાલુ રાખો. પહેલા રૂમ ઠંડો કરો, પછી 60% કે 40% મોડ પર સેટ કરો. એસી આખો સમય ઠંડક જાળવી રાખશે અને વીજળીનો ખર્ચ પણ ઘટશે.

    AC remote power:

    તમારા રિમોટમાં હવે જ ચેક કરો!
    તમારા AC રિમોટને ઉઠાવીને જુઓ કે તેમાં “Econo Mode” કે “4 in 1” જેવો બટન છે કે નહીં. હોય તો સમજજો તમે ઘણું પૈસુ બચાવી શકો છો. એક ક્લિકથી અને યોગ્ય ઉપયોગથી તમારું બિલ પણ ઓછું આવશે અને પર્યાવરણ પર સકારાત્મક અસર પડશે.

    ઠંડક અને બચત બંનેનો આનંદ લો!
    આ ગરમીઓમાં એસી ચલાવવું બધાને ગમે છે, પણ બિલ જોઈને પરેશાન નહીં થવું જોઈએ. કંપ્રેસર કંટ્રોલ બટનનો ઉપયોગ કરીને તમે સ્માર્ટ કૂલિંગનો આનંદ લઈ શકો છો. એસી ચાલુ કરતી વખતે ફક્ત તાપમાન જ ન જોઈને રિમોટની શક્તિને પણ ઓળખો.

    AC remote power:
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

    Related Posts

    Meta લાવ્યો વિડિયો એડિટિંગ માટે શક્તિશાળી ટૂલ

    June 12, 2025

    Inverter Battery ને બદલવા પર તમને હજારો રૂપિયા મળશે

    June 12, 2025

    Netflix: એરટેલના ખાસ પ્લાન્સ સાથે નેટફ્લિક્સનું મફત સબ્સ્ક્રિપ્શન

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.