Aadhaar Good Governance Portal
Aadhaar Good Governance Portal: હવે આધાર ઓથન્ટિકેશન પહેલા કરતાં વધુ સરળ બનશે. ભારત સરકાર દ્વારા આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ (Aadhaar Good Governance Portal) લોન્ચ કરવામાં આવ્યું છે, જે ઓથન્ટિકેશન રિક્વેસ્ટ પ્રોસેસને વધુ ઝડપભર્યું અને અનુકૂળ બનાવશે. આ પોર્ટલ ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MEITY) દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
MEITYનું નવું આધાર પોર્ટલ સેવાઓને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવવા માટે લાવવામાં આવ્યું છે. લોકોના જીવનને વધુ સરળ બનાવવા માટે આ પોર્ટલ આધાર સંબંધિત સેવાઓને વધુ અસરકારક રીતે પહોંચાડવા મદદ કરશે. તેનાથી સેવા આપનાર અને લેનાર બંને માટે વધુ સુરક્ષિત અને વિશ્વસનીય ટ્રાન્ઝેક્શન શક્ય બનશે.
UIDAIના CEO ભુવનેશ કુમાર અનુસાર, ભારતની ડિજિટલ અર્થતંત્રને મજબૂત બનાવવા માટે આધારની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે જણાવ્યું કે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ દ્વારા સંસ્થાઓ માટે અરજી પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે અને પ્રસ્તાવો મંજૂર કરવાની પ્રક્રિયા ઝડપી થશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આધાર દુનિયાની સૌથી વિશ્વસનીય ડિજિટલ ઓળખ બની ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં 1 અબજથી વધુ ભારતીયોએ આધાર પર વિશ્વાસ મૂક્યો છે અને અત્યાર સુધીમાં 100 અબજથી વધુ વખત આધાર ઓથન્ટિકેશન થઈ ચૂક્યું છે.
સરકારે લોન્ચ કરેલું આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ આધાર ઓથન્ટિકેશન પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવશે. આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પારદર્શિતા વધારશે અને લોકો માટે આધાર સેવાઓ વધુ સરળ કરશે.