હૈદરાબાદની મહિલા સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઈ હતી. તે શિકાગોના એક રોડ પર ભૂખમરીની હાલતમાં જાેવા મળી હતી. તેલંગાણાની પાર્ટી મજલિસ બચાવો તેહરીકના પ્રવક્તા અમજદ ઉલ્લા ખાને તેમની આ સ્થિતિનો ખુલાસો કર્યો હતો. એક ટિ્વટમાં અમજદ ઉલ્લા ખાને મહિલાનો એક વીડિયો શેર કર્યો જેમાં તે કેટલાક સામાન સાથે રોડના કિનારે બેઠેલી જાેવા મળી રહી છે. મહિલાને તેનું નામ જણાવવામાં મુશ્કેલી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે તેમની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમના શરીરમાંથી લોહીના નમૂના લેવામાં આવ્યા બાદ તેમની તબિયત વધુ બગડી હતી.
મિન્હાજની માતા સૈયદા વહાજ ફાતિમાએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખીને મદદ માંગી છે અને તેમની પુત્રીને ભારત પરત લાવવાની માંગ કરી છે. પત્રમાં ફાતિમાએ જણાવ્યું કે સામાન ચોરાઈ ગયા બાદ તેની પુત્રી ડિપ્રેશનમાં છે અને ભૂખમરાની આરે છે. તેમણે લખ્યું, “મારી પુત્રી સૈયદા લુલુ મિન્હાજ ઝૈદી, જે તેલંગાણાના મૌલા અલીની રહેવાસી છે, ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન ડેટ્રોઈટની ટ્રાઈન યુનિવર્સિટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરવા ગઈ હતી અને તે ઘણીવાર અમારા સંપર્કમાં રહેતી હતી. પરંતુ છેલ્લા બે મહિનાથી તે મારા સંપર્કમાં નથી અને તાજેતરમાં હૈદરાબાદના બે યુવકો દ્વારા અમને ખબર પડી કે મારી પુત્રી ડિપ્રેશનમાં છે અને કોઈએ તેનો સામાન ચોરી લીધો છે જેના કારણે તે ભૂખે મરી રહી છે. મારી પુત્રી શિકાગો, યુએસએની શેરીઓમાં જાેવા મળી હતી. મિન્હાજની માતાએ એ પણ કહ્યું કે મોહમ્મદ મિન્હાજ અખ્તરની મદદથી તેમની પુત્રીને શોધી શકાય છે અને તેને પરત લાવવા માટે વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસ અને શિકાગોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને વિનંતી કરી હતી. ટિ્વટર પર શેર કરાયેલી પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા શિકાગોમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે લખ્યું કે, “અમને હમણાં જ સૈયદ લુલુ મિન્હાજના મામલા વિશે જાણવા મળ્યું છે. સંપર્કમાં રહેવા કૃપા કરીને ડીએમકરો.