ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જાેડાયા હતા. અમદાવાદમાં પણ ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ઉમેદવારોએ જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની માગ કરી છે. હાલ રાજ્યની શાળાઓમાં ૩૦ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે સરકાર શિક્ષણ સાથે પ્રયોગો કરવાનું બંધ કરે તેવી ઉમેદવારોની માગ છે.
સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ઉમેદવારોએ રખિયાલના સહાયક હનુમાન મંદિરે રામધૂન બોલાવી ન્યાય અપાવવાની માગ કરી છે.
ટેટ-ટાટ પાસ ઉમેદવારો સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ જાેડાયા હતા. ઉમેદવારોએ જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી રદ કરવાની માગ કરી છે. હાલ રાજ્યની શાળાઓમાં ૩૦ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. ત્યારે સરકાર શિક્ષણ સાથે પ્રયોગો કરવાનું બંધ કરે તેવી ઉમેદવારોની માગ છે