મહીસાગરમાં ફરી લંપટ આસારામના ફોટા સાથે રેલી નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેલમાં બંધ લંપટ આસારામના સમર્થકોની આજે મહિસાગર જિલ્લાના લુણાવાડામાં રેલી નીકળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. રેલીમાં બેંડબાજા પણ હતા અને કાર પર આસારામની તસવીર પણ મુકેલી હતી. જેની સામે આસારામના સમર્થકો નાચતા-ગાતા જઈ રહ્યા હતા. ખાસ વાત એ છે કે આ રેલીમાં પોલીસ પણ પ્રોટેક્શન આપતી જાેવા મળી રહી છે.દુષ્કર્મના દોષિત આસારામના સમર્થનમાં રેલીનું આયોજન યોગ વેદાંત સમિતિના બેનર હેઠળ થયં હતું.
જેમાં બેંડબાજા સાથે વાહનો પર આસારામની તસવીરો મુકીને તેમના સમર્થકો નાચતા ગાતા રેલીમાં હોંશે-હોશે જાેડાયા હતા. આ રીતે રેલી યોજાતા આ ઘટના પર અનેક સવાલ ઉપસ્થિતિ થઇ રહ્યાં છે. આખરે એક ગુનેગારની આ રીતે રેલી યોજાવા માટે કોણ મંજૂરી આપી? સમર્થકોનો આ રીતે રેલી યોજવા પાછળનો શું ઉદેશ છે.લૂણાવાડામાં દુષ્કર્મના દોષિત આસારામના સમર્થનમાં વાજતે ગાજતે સરઘસ નીકળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લંપટના ફોટા સાથે રેલીને કોણે આપી મંજૂરી મહીસાગરમાં કોણ છે દુષ્કર્મના આરોપીના ભક્તો ક્યારે આરતી થાય તો ક્યારેક ફોટા સાથે રેલી કેમ લંપટ આસારામના પ્રચારમાં હજુ કોને રસ છે લોકોને ગેરમાર્ગે દોરનારાઓ સામે કાર્યવાહી ક્યારે