ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ સપ્તાહના અંતથી ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ચોમાસામાં વિરામ આવી શકે છે. બીજી તરફ પહાડી વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું તેની સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ આગળ વધશે તેમજ આ અલ-નીનો અસર પણ હોઈ શકે છે. જેના કારણે ઉત્તર ભારતના મોટા ભાગોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાનગી એજન્સી અનુસાર આગામી ૨૪ કલાકમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પૂર્વોત્તર અને ઓડિશામાં મધ્યમ વરસાદની અપેક્ષા છે.
આ સિવાય દક્ષિણ ભારતમાં હળવો વરસાદ પડી શકે છે.હાલમાં રાજધાની દિલ્હી સહિત દેશના મોટા ભાગોમાં લોકો ભેજ અને ગરમીથી પરેશાન છે. જાે કે હજુ સુધી રાહત મળી નથી. આ વખતે અલ-નીનો ચિંતાનું કારણ છે જેના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. એલ. -નીનો અને અલ-નીના એ પ્રશાંત મહાસાગરના ગરમ અને ઠંડા પાણી દ્વારા રચાયેલી સિસ્ટમ છે.