આ મહિનાની ૧૫ સપ્ટેમ્બર સુધી ૧૧ દિવસથી શેરબજારમાં કારોબાર થઈ રહ્યો છે. આમાં સેન્સેક્સ સતત ૧૧ દિવસ સુધી ઉછળ્યો છે. તો બીજી તરફ, નિફ્ટીમાં માત્ર એક દિવસ માટે થોડો ઘટાડો થયો હતો. શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની તિજાેરી ભરાઈ ગઈ છે. આ મહિને તેની કમાણી ૩૩ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે ૧ સપ્ટેમ્બરે જ્યારે શેર બજાર ખુલ્યું ત્યારે બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૩,૦૯,૫૯,૧૩૮.૭૦ લાખ કરોડ રૂપિયા હતું. તો બીજી તરફ, ૧ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર વચ્ચેના ૧૧ ટ્રેડિંગ દિવસોમાં તે વધીને ૩,૨૩,૨૦,૩૭૭.૬૯ લાખ કરોડ રૂપિયા થઈ ગયું. આ રીતે રોકાણકારોએ ૧૨.૫૭ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં તેજી જાેવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. મિડકેપ, સ્મોલકેપ ઇન્ડેક્સ વધીને બંધ થયા છે. ઓટો, આઈટી, ફાર્મા, બેંકિંગ શેરોમાં ખરીદારી જાેવા મળી હતી જ્યારે પીએસઈ, રિયલ્ટી, એફએમસીજી શેરોમાં દબાણ જાેવા મળ્યું હતું. બજાજ ઓટો, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, હીરો મોટોકોર્પ અને એચસીએલ ટેક્નોલોજીસ નિફ્ટીમાં ટોપ ગેનર હતા.
ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયું છે. બેંકિંગ, ઓટો અને આઈટી શેરોમાં જાેરદાર ખરીદીને કારણે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે બજાર મજબૂત ઉછાળા સાથે બંધ થયું હતું. આજે બજાર બંધ સમયે બીએસઈસેન્સેક્સ ૩૨૦ પોઈન્ટના ઉછાળા સાથે ૬૭,૮૩૮ પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૦,૧૯૨ પોઈન્ટ પર બંધ રહ્યો હતો.આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને હેલ્થકેર શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જાેવા મળી છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ઉછાળાને કારણે ઇન્ડેક્સમાં વધારો જાેવા મળ્યો હતો. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૦ વધ્યા અને ૧૦ નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના ૫૦ શેરમાંથી ૩૦ શેરમાં વધારો અને ૩૦માં ઘટાડો જાેવા મળ્યો છે.
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. બીએસઈપર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૩૨૩.૨૦ લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે ગયા સત્રમાં રૂ. ૩૨૨.૧૭ લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧.૦૩ લાખ કરોડનો વધારો થયો છે. આમ માર્કેટમાં સતત તેજી જાેવા મળતા રોકાણકારો ખુશ જાેવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી માર્કેટમાં સારી તેજી જાેવા મળી રહી છે. તેથી રોકાણકારોમી સંપત્તિમાં પણ વધારો થઈ રહ્યો છે.