Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»૬૨૫થી વધુ વાહનોને તાળા મરાતા લોકોમાં ફફડાટ જજીસ બંગલો રોડ સહિતના માત્ર ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી ૩.૨૫ લાખ દંડ વસૂલાયો
    Gujarat

    ૬૨૫થી વધુ વાહનોને તાળા મરાતા લોકોમાં ફફડાટ જજીસ બંગલો રોડ સહિતના માત્ર ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી ૩.૨૫ લાખ દંડ વસૂલાયો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 6, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સતત વકરતી જતી ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ પ્રકારના ઉપાયો અજમાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ સમસ્યા વધુ વિકટ બનતી જાય છે, જેના કારણે તાજેતરમાં મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને ખાસ પાંચ વીઆઇપી રોડ માટે વિશેષ અભિયાન હાથ ધરવાની તાકીદ સંબંધિત અધિકારીઓને કરી છે. આ પાંચ વીઆઇપી રોડ પરના ટ્રાફિકને નડતરરૂપ દબાણ કે વાહનને દૂર કરી લોકોને સરળતા કરી આપવાના ઉદ્દેશથી તમામ રોડ દીઠ અમલીકરણ અધિકારી અને સુપરવિઝન અધિકારીની નિમણૂક કરાઈ છે. દરમિયાન, માત્ર ઉત્તર પશ્ચિમ ઝોનના કુલ ત્રણ રોડની કામગીરીની વિગત તપાસતાં અત્યાર સુધી મ્યુનિસિપલ તિજાેરીમાં રૂ. સવા ત્રણ લાખ દંડ પેટે વસૂલાયા હોવાની વિગત જાણવા મળી છે. આમાં ઉલ્લેખનીય છે કે જજીસ બંગલો રોડનો પણ કામગીરીમાં સમાવેશ થયો છે.
    ઉત્તર પશ્ચિમ ઝોનના રન્નાપાર્ક, પ્રભાતચોકથી ચાણક્યપુરીબ્રિજ થઈ ડમરું સર્કલથી કારગિલ પેટ્રોલ પંપ થઈ હાઈકોર્ટથી સોલા ભાગવત સુધીનો રોડ, કેશવબાગથી માનસી સર્કલથી જજીસ બંગલો થઈ પકવાન ચાર રસ્તા સુધીનો રોડ અને ઇસ્કોન ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તા થઈ વૈષ્ણોદેવી સર્કલની બંને બાજુનો રોડ એમ આ ત્રણ રોડ પરનાં દબાણ તંત્રએ ગઈ કાલે દૂર કર્યાં હતાં અને ૬૪ વાહનને તાળાં મારીને કુલ ૨૯,૫૦૦નો વહીવટીચાર્જ વસૂલ્યો હતો. આ ઉપરાંત પ્રભાત ચક ચાર રસ્તા, ડમરું ચાર રસ્તા, જજીસ બંગલો ચાર રસ્તા અને પકવાન ચાર રસ્તા પરથી પણ દબાણ દૂર કરાયાં હતાં તેમજ અનધિકૃત પાર્ક કરાયેલી રિક્ષાઓને હટાવાઈ હતી. તંત્રએ કુલ પાંચ લારી, ૨૬ બોર્ડ-બેનર અને ૫૬થી વધુ પરચૂરણ માલસામાન પણ જપ્ત કરી સિંધુ ભવનના ગોડાઉનમાં જમા કરાવ્યો હતો.

    જ્યારે ૩ ઓગસ્ટે તંત્રએ ૧૦૦ જેટલાં વાહનને તાળાં મારી રૂ. ૫૭ હજાર જેટલો વહીવટીચાર્જ વસૂલ્યો હતો. પાંચ જેટલાં વાહનને ટ્રાફિક પોલીસ સાથેની સંયુક્ત ડ્રાઇવ દરમિયાન ટોઇંગ કરાયાં હતાં. સત્તાવાળાઓએ સાત લારી-ગલ્લા, ૧૨ વાંસ-વળી, ૧૧૬ પરચૂરણ માલસામાન અને ૨૬ જાહેરાતનાં બોર્ડ-બેનર જપ્ત કર્યાં હતાં.
    તા. ૨૬ જુલાઈથી હાથ ધરાયેલા આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ૬૨૫ વધુ વાહનોને તાળાં મરાયાં હોઈ વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આ અંગે મળતી માહિતી મુજબ તંત્રએ ૧૦૦ જેટલી છતવાળી અને સાદી લારી, આઠથી વધુ ગલ્લા, ૨૫થી વધુ શેડ, ૨૦૦થી વધુ વાંસ-વળી, ૫૦થી વધુ તાડપત્રી, ૭૫થી વધુ ટેબલ, ૨૭૫થી વધુ ખુરશી, ૮૨૫થી વધુ સ્ટૂલ અને ૨૫૦થી વધુ બોર્ડ-બેનર જપ્ત કર્યાં હતાં. આ ઉપરાંત જાહેર રોડ પર ગેરકાયદે પાર્ક થયેલાં ૧૦થી વધુ વાહનોને ટ્રાફિક પોલીસની મદદથી ટોઇંગ કરવામાં આવ્યાં હતાં.
    ગોતા ચાર રસ્તા પાસે ૨૪ મીટરના એસજી હાઈવે પેરેલલ રોડને પહોળો કરવાના સંદર્ભે ગઈ કાલે ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ઓપરેશન ડિમોલિશન પણ હાથ ધરાયું હતું, જે હેઠળ તંત્રએ ૧૨ દુકાનના એક્સ્ટેન્શન પ્રકારના બાંધકામને દૂર કરતાં આવા બાંધકામકર્તાઓમાં ભય ફેલાઈ ગયો હતો.
    દરમિયાન, પશ્ચિમ ઝોનના અન્ય રોડ જેવા કે ગોલ્ડન ટ્રાયેન્ગલથી સ્ટેડિયમ ચાર રસ્તા, સ્ટેડિયમ ચાર રસ્તાથી પરિમલ ગાર્ડન અંડર પાસ સુધી, ગોલ્ડન ટ્રાયેન્ગલથી અંકુર ચાર રસ્તાથી શાસ્ત્રીનગર ચાર રસ્તા સુધીના રોડ પર પણ તંત્રએ ૨૮ વાહનને તાળાં મારી કુલ રૂ. ૯,૮૦૦નો વહીવટીચાર્જ વસૂલ્યો હતો.
    મ્યુનિસિપલ તંત્ર દ્વારા સીજી રોડ પરનાં દબાણ હટાવવા માટે પણ ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે, જે અંતર્ગત સીજી રોડ પર તંત્રએ સપાટો બોલાવ્યો હોઈ આ રોડ પર આડેધડ પાર્ક થતાં વાહનો અદૃશ્ય થવા માંડ્યાં છે અને લોકો તેની ગલીમાં વાહન પાર્ક કરી રહ્યા છે

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian cricketer રવિન્દ્ર જાડેજા BJP માં જોડાયા.

    September 5, 2024

    TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે મોટી કાર્યવાહી, 50 બ્લેકલિસ્ટ, 8 લાખ ફરિયાદો મળી

    September 3, 2024

    Gujarat: મોરબીમાં NH 27 વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવ્યો.

    August 30, 2024
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.