પંજાબમાં આયુર્વેદિક દવાના નામે નશો ગુજરાત મોકલાતો હતો. ખંભાળિયામાંથી ચિરાગ થોભાણી, અક્રમ બનવાની ધરપકડ કરાઈ છે જ્યારે પંજાબથી પંકજ ખોસલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના એસ પી નીતિશ પાંડેયએ જણાવ્યું કે, ખંભાળિયા પોલીસ ટીમ દ્વારા ભાનવડી વિસ્તારમાંથી એક ગોડાઉનમાંથી આયુર્વેદિક પીણો લગભગ સાડા પંદર હજાર બોટલ કબજે કરી હતી. જેની માર્કેટ વેલ્યું આશરે ૨૬ લાખ જેટલી છે, જે તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી પાસે જે કાયદેસરની પરવાનગી હોવી જાેઈએ તે હતી નહી, તેમજ ખોટા દસ્તાવેજાેના આધારે વેચાણ ચાલતો હતો. જેને લઈ ૧૦ ઓક્ટોમ્બરે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.દેવભૂમિ દ્વારકાના એસ પીએ કહ્યું કે, જે ગુનામાં બે આરોપીઓ ચિરાગ થોભાણી, અક્રમની અટકાયત કરવામાં આવી હતી.
ત્યારબાદ પંજાબના સંગુર જિલ્લામાંથી પંકજ ખોસલાની પણ અટકાયત કરવામાં આવી હતી. જેની દ્વારકામાં પેઢી પણ છે તેમજ આયુર્વેદની ફેક્ટરી પણ છે. જેમાં ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી છે તેમજ અહીની ફેક્ટરીમાં રેડ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, પરવાનગીને ખોટી રીતે ઉપયોગ કરી આયુર્વેદિક પીણાના નામે છેતરપિંડી કરતા હતા અને આલ્કોહોલ પીણા બનાવતા હતા. જે ફક્ત ગુજરાતને ટાર્ગેટ કરી સ્થાનિક ડિસ્ટ્રીબ્યુટરને મોકલતા હતા. આ આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ ધંધો કરતા હતા અને ૧.૫થી ૨ લાખ બોટલો વિતરણ કરી છે. રેડ દરમિયાન આલ્કાહોલનો લૂઝ માલ મળી આવ્યો છે. જે સમગ્ર બાબતને લઈ આગળની તપાસ ચાલુ છે, તેમ પણ એસ પી નીતિશ પાંડેય જણાવ્યું છે.