સુરતના જહાંગીરપુરામાં બે વાહનોને સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. ડિલિવરી કરતા વાહનોને આગ લગાડી હતી. પોલીસે સુખેન્દ્રસિંઘ રામસિંઘ પટેલની આ બનાવને લઈ ધરપકડ કરી છે. ખાનગી કંપનીના ડ્રાઈવરે જ આગ લગાવી હતી. પોલીસે આ અંગે કડક કાર્યવાહી કરી છે. રાત્રીના સમયે મોકો મળતા પાર્ક કરેલા ટેમ્પો સળગાવી દેવાયો હતો.
કંપનીના મેનેજરના કેહવા મુજબ ડ્રાઈવર નશાખોર હતો. ગાંજાે પીને નોકરી પર આવતો હોવાથી કાઢી મુક્યો હતો. જે બાદ આ ઘટના ઘટી હતી. નોકરી જવાથી બદલો લેવા અંજામ આપ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જહાંગીરપુરા પોલીસે ફરિયાદ નોંધી છે. સમગ્ર ઘટના CCTV માં પણ કેદ થઈ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આ સમગ્ર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.