દેશમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. બે મજબૂત સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે ફરીથી દેશના ૬૦ ટકા ભાગમાં વરસાદ જાેવા મળશે. દેશમાં નવરાત્રિ પહેલા ભારે વરસાદની શક્યતા છે. દેશમાં ચોમાસું વિદાય પહેલા ફરી એકવાર સક્રિય થયુ છે. જુલાઈ અને સપ્ટેમ્બરમાં ચોમાસાએ ભારે કરી છે. એક આગાહી મુજબ, ૨૫ મી સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શક્યતા છે. આ પહેલા બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે. ૨ ઓક્ટોબરથી ૧૪ ઓક્ટોબર વચ્ચે ચક્રવાત સર્જાશે. હવે સૂર્ય સાયન તુલા રાશિમાં તારીખ ૨૩ મીના રોજ બપોરે ૧૨ કલાક ૨૧ મિનિટે આવતા દક્ષિણ ગોળારંભમાં આવશે. ધીરે ધીરે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જશે અને ભારતમાં ચોમાસું વિદાય લેતુ જાેવા મળશે. રાજસ્થાનમાંતી ૨૫ સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે.
આમ, ધીરે ધીરે ચોમાસાની વિદાયની શરૂઆત થશે. તેના બાદ ૨૩મીથી ભારે ગરમી પડતી જાેવા મળશે. પરંતું દેશના પશ્વિમ ભાગના અરબી સમુદ્રમાં મોટી હલચલ જાેવા મળશે. આ હલચલ જબરદસ્ત હશે. જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. ૨૫ થી ૩૦ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ૩૦ સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે.
૨ ઓક્ટોબરથી ૧૪ મી ઓક્ટોબર સુધીમાં હવાના હળવા દબાણથી ધીરે ધીરે ચક્રવાત સર્જાવાની શરૂઆત થશે. તારીખ ૪ થી ૧૨ ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જાેવા મળશે. ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશએ. તેની અસર સીધી ગુજરાતમાં દેખાશે. જેનાથી વરસાદ આવશે. ૨૦૧૮ બાદ પહેલીવાર આવા ચક્રવાતની સ્થિતિ જાેવા મળશે. ઋતુ વિજ્ઞાન પ્રમાણે લગભગ ત્રણ થી ચાર વર્ષે આવી સ્થિતિ બનતી હોય છે. અલ નિનો અને લા નિનોની પણ આવી સમયાંતરે સ્થિતિ બનતી જાય છે.
