મોરબીના હળવદ તાલુકામાં એક બુટલેગરે દારુનો જથ્થો સંતાડવા માટે આંગણવાડી કેન્દ્રના બાથરુમનો ઉપયોગ કર્યો હતો. માથક ગામમાં બુટલેગરોએ દારુનો જથ્થો સંતાડ્યો હતો અને જેને લઈ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવીને દારુનો ૧૧ પેટી જથ્થો ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.
દારુની હેરાફેરી કરનારા અને જથ્થો સ્ટોક કરીને વેચાણ કરનારાઓ બેફામ બન્યા છે. બુટલેગરો દારુના જથ્થાને સંતાડવા માટે થઈને હવે એવા સ્થળનો ઉપયોગ કરી રહ્યા છે, જેને લઈ સ્થાનિક લોકોનો પણ રોષ વધી ગયો છે. મોરબીના હળવદ તાલુકામાં એક બુટલેગરે દારુનો જથ્થો સંતાડવા માટે આંગણવાડી કેન્દ્રના બાથરુમનો ઉપયોગ કર્યો હતો. માથક ગામમાં બુટલેગરોએ દારુનો જથ્થો સંતાડ્યો હતો અને જેને લઈ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આવીને દારુનો ૧૧ પેટી જથ્થો ઝડપી લઈને કાર્યવાહી કરી હતી.
આંગણવાડીમાં જ્યા માસૂમ બાળકોની હાજરી હોય છે. જ્યાં બુટલેગરોએ દારુ સંતાડવાના સ્થળ તરીકે પસંદ કર્યો હતો. આંગણવાડી કેન્દ્રની સંચાલીકાને બાથરુમનુ તાળુ જાેઈને અચરજ થતા શંકાસ્પદ સ્થિતિ જણાઈ હતી. જેને લઈ ગામના આગેવાનોને જાણ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે દારુ જપ્ત કરીને કાર્યવાહી કરી છે.