થોડા દિવસ પહેલાં ભરૂચ શહેરમાંથી સામે આવેલા લવ જેહાદ કેસમાં પકડાયેલા આરોપી સિરાજ પટેલ સામે વધુ એક હિંદુ યુવતીએ ફરિયાદ નોંધાવી છે. સિરાજ રૂસ્તમ પટેલે પોતે હિન્દુ તરીકેની ઓળખ આપી ૨ હિંદુ યુવતીઓ પર બળાત્કાર ગુજારવા સાથે મોટી રકમ વસૂલી હોવાની ઘટના સામે આવી છે અને આ સિરાજ રૂસ્તમ પટેલ ૩ સંતાનો પિતા અને લગ્ને લગ્ને કુંવારો બની હિન્દુ યુવતીઓને નિશાન બનાવતો હોવાનો ભાંડો ફૂટ્યો છે.
થોડા દિવસ અગાઉ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં હિન્દુ યુવતીને મેહુલ કનુ પટેલ તરીકે ઓળખ આપી પ્રેમ જાળમાં ફસાવી બળાત્કારના પ્રકરણની ફરિયાદ નોંધાઈ હતી અને આજ સિરાજ રુસ્તમ પટેલે ભરૂચ તાલુકાના એક ગામની મામાના ઘરે રહેતી આદિવાસી યુવતીને પણ ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી બળાત્કાર ગુજારવા સાથે ૬૭,૦૦૦ પડાવ્યા હોવાની વધુ એક ઘટના સામે આવતા સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે.
ભરૂચના એક ગામમાં ૩ સંતાનના પિતાએ હિન્દુ તરીકે ઓળખ આપી એક હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારીઓ હોવાની ફરિયાદ બાદ આજ નરાધમે instagram ઉપર આદિવાસી તરીકે ગૌતમ વસાવાની આઈડી બનાવી આદિવાસી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર ગુજારી તેના ફોટા પાડી ૬૭ હજારની ખંડણી વસૂલી હોવાની ફરિયાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાય હોવાની માહિતી સામે આવી છે.
ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકમાં આદિવાસી પરિવારે ફરિયાદ નોંધાવી છે જેમાં પોતાના મામાના ઘરે રહેતી આદિવાસી યુવતીને સોશિયલ મીડિયાના instagram ઉપર ગૌતમ વસાવા તરીકે ઓળખ આપી ચેટિંગ કરી અસલી નામ સિરાજ રૂસ્તમ પટેલ છુપાવી સાથે ૩ સંતાનનો પિતા હોવાનું પણ છુપાવી આદિવાસી તરીકે ઓળખ આપી ભોગ બનનાર યુવતીને ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલી આરાધના હોટલમાં ગુજરાત સ્થાપના દિવસે જ પહેલી મેના રોજ લઈ જઈ તેણી ઉપર દુષ્કર્મ ગુજારીયો હતો અને સાથે તેના અશ્લીલ ફોટા પણ પાડ્યા હતા અને ફોટા વાયરલ કરવાની ધમકી આપી ભોગ બનનાર પાસે ૬૭,૦૦૦ ઉપરાંત ની રકમ પડાવી હતી