ગુજરાતનાં આમ આદમી પાર્ટીનાં પ્રમુખ ઈસુદાન ગઢવીએ સોમવારે એક નિવેદન આપીને રાજકારણમાં હડકંપ મચાવી દીધો હતો કે આપ અને કોંગ્રેસ ગુજરાતમાં આગામી લોકસભાની સીટો વહેંચીને ચૂંટણી લડશે. કારણ કે બંને પાર્ટીઓ વિપક્ષ ૈં.દ્ગ,ડ્ઢ.ૈં.છ. ની ગઠબંધનની સભ્ય છે. ત્યારે આ બાબતે ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાર્ટી કેન્દ્રીય નેતૃત્વનાં નિર્દેશોનું પાલન કરશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને I.N.D.I.A નાં ગઠબંધનનો એક ભાગ છે. હાલમાં જ ચૂંટણીને લઈને ગઠબંધનની વાતચીત ચાલી રહી છે. આવા સમયમાં ગુજરાતમાં સીટોનાં વિભાજનની ફોર્મ્યુલા હેઠળ આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ બંને સાથે મળીના આગામી લોકસભાની ચૂંટણી લડે છે કે નહી તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.
આમ આદમી પાર્ટીનાં ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ લોકો સાથે વાતચીતમાં કહ્યું કે જાે બધું યોજના અનુસાર થયું તો હું ગેરંટી આપુ છું કે ભાજપ આ વખતે ગુજરાતમાં ૨૬ સીટ નહી જીતી શકે. તેમજ તેઓએ વધુમાં કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે અરવિંદ કેઝરીવાલનાં નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી વિપક્ષી I.N.D.I.A નાં ગઠબંધનમાં જાેડાઈ છે. ઈસુદાન ગઢવીએ કહ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એવી સીટો શોધવાનું શરૂ કરી દીધું છે. જે સીટ પર પાર્ટી ઉમેદવાર ઉભો રાખી શકે છે. ગુજરાત આમ આદમી પાર્ટીનાં પ્રમુખ દ્વારા અચાનક કરવામાં આવેલ આ જાહેરાત પર કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે હજુ અંતિમ ર્નિણય બાકી છે. કેન્દ્રીય નેતૃત્વ આ અંગે ર્નિણય લેશે.
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પત્રકારોને જણાવ્યું કે મને હાલ જ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ જાહેરાત બાબતે હાલ જ જાણવા મળ્યું છે. ત્યારે અન્ય પાર્ટીઓ સાથે સીટો તેમજ અન્ય વાટાઘાટો બાદ કેન્દ્રીય નેતૃત્વ દ્વારા અંતિમ ર્નિણય લેવામાં આવશે. ચૂંટણી પહેલા ગઠબંધન પર ર્નિણય લેવો કેન્દ્રીય નેતૃત્વનો વિશેષાધિકારી છે. કેન્દ્રીય નેતૃત્વ જ્યારે પણ આ બાબતે તેઓનો અભિપ્રાય જાણવા માંગશે તો પ્રદેશ સંગઠન આ બાબતે ચર્ચા કરશે. ગુજરાત કોંગ્રેસ રાષ્ટ્રીય નેતાઓનાં નિર્દેશોનું પાલન કરશે. ભાજપે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ જાહેરાત પર ધ્યાન આપ્યું નથી. ગુજરાત ભાજપનાં પ્રવક્તા ઋત્વિજ પટેલ કહ્યું કે અમે છેલ્લી બે ટર્મથી ગુજરાતમાં તમાં ૨૬ લોકસભા સીટો જીતી રહ્યા છે. આ વખતે અમારૂ લક્ષ્ય ૫ લાખ મતોમાં માર્જીનથી તમામ સીટો જીતવાનો લક્ષ્યાંક છે. ત્યારે વડાપ્રધાન મોદીનાં નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર કોઈનાથી ડરતી નથી. અમને ચૂંટણીમાં જીત હાંસલ કરવાનો સંપૂર્ણ વિશ્વાસ છે. ત્યારે તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ એકબીજાની વિરૂદ્ધમાં હતા. જેમાં કોંગ્રેસને ૧૭ અને આપ ને ૫ સીટ મળી છે.