૭૮ વર્ષના એક વ્યક્તિને ટ્રેનની ટિકીટ કેન્સલ કરાવવું ભારે પડી ગયું છે. લાંબી લાઈનોથી બચવા માટે વૃદ્ધે ટ્રેન ટિકીટને ઓનલાઈન કેન્સલ કરાવવું યોગ્ય સમજ્યું. પરંતુ આ દરમિયાન તેઓ એક સ્કેમનો શિકાર બની ગયા અને તેમના એકાઉન્ટમાંથી ૪ લાખ રૂપિયા ગાયબ થઈ ગયા. વૃદ્ધે આઈઆરસીટીસીવેબસાઈટ સર્ચ કરી પરંતુ તેઓ એક ફેક વેબસાઈટ પર પહોંચી ગયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વૃદ્ધે પોતાની ટિકીટ કેન્સલ કરાવવા માટે ઈન્ટરનેટ પર હાજર વેબસાઈટનો સહારો લીધો. ત્યારબાદ પોતાને રેલવે કર્મચારી ગણાવનાર વ્યક્તિએ વિક્ટમ વૃદ્ધને કોલ કર્યો અને પૂછ્યું કે, તેઓ હિંદી કે, ઈંગ્લિશ બોલી શકે છે. અને પછી ટિકીટ કેન્સલ કરાવવા માટે વૃદ્ધને ઈન્સ્ટ્રક્શન આપવા લાગ્યો.સ્કેમર્સે જણાવ્યું કે, તે વૃદ્ધની મદદ કરી રહ્યો છે.
ત્યારબાદ વિક્ટમે સ્કેમર્સ દ્વારા આપવામાં ઈન્સ્ટ્રક્શનને ફોલો કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ સ્ક્રીન પર બ્લૂ કલરનો લોગો નજર આવ્યો અને પછી ડિવાઈસનું કંટ્રોલ ફ્રોડના હાથે પહોંચી ગયું. આ ઉપરાંત વૃદ્ધે સ્કેમર્સને પોતાની બેંક ડિટેલ્સ અને એટીએમકાર્ડનંબર વગેરે શેર કર્યું. ત્યારબાદ સ્કેમર્સે યૂઝર્સને ફોનમાં વાયરસને ઈન્સ્ટોલ કર્યો ત્યારબાદ મોબાઈલને રિમોટ એક્સેસ પર લઈ લીધું. ત્યારબાદ યૂઝર્સના મોબાઈલમાંથી ડેટા એક્સેસ, બેંક ડિટેલ્સ એક્સેસ અને ઓટીપીવગેરેનું એક્સેસ લઈ લીધું.
વિક્ટમના બેંક એકાઉન્ટ તરફથી એક મેસેજ આવ્યો જેમાં ૪,૦૫,૯૧૯ રૂપિયા કપાયા હોવાની જાણકારી હતી. ત્યારબાદ વિક્ટમને જાણ થઈ કે, તેઓ સ્કીમનો શિકાર બની ચૂક્યા છે. ત્યારબાદ તેમણે પોલીસ ફરિયાદ કરી અને જાણવા મળ્યું કે, સ્કેમર્સે કદાચ બિહાર અથવા પશ્ચિમ બંગાળથી કોલ કર્યો હતો. સાયબર સેલની પોલીસે જણાવ્યું કે, ઇીજટી ડ્ઢીજા નામની એપથી સ્કેમર્સે વૃદ્ધનું મોબાઈલ એક્સેસ લીધુ હતું.