Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»અમદાવાદમાં ઘરના ધાબે ઘટી ઘટના ઠક્કરનગરમાં ૧૯ વર્ષીય યુવતી સાથે છેડતીની ઘટના ઘટી
    Uncategorized

    અમદાવાદમાં ઘરના ધાબે ઘટી ઘટના ઠક્કરનગરમાં ૧૯ વર્ષીય યુવતી સાથે છેડતીની ઘટના ઘટી

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 10, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદમાં એક એવી ઘટના સામે આવી છે કે આજના મા-બાપ માટે આ ચેતવણી સમાન કિસ્સો છે. ઠક્કરનગરમાં ૧૯ વર્ષીય યુવતી સાથે છેડતીની ઘટના ઘટી છે. પાડોશમાં રહેતા યુવકે હાથ પકડી સાથે આવવા માટે જબરદસ્તી કરી હતી. આ બાબતે યુવતીએ ઈન્કાર કરતા તેણે પોતાના કપડા ઉતારી દીધા હતા. જેથી યુવતીએ ગભરાઈ જઈને બુમાબુમ કરતા આરોપી યુવક ફરાર થઈ ગયો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસે છેડતીની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    આ અંગેની વિગતો એવી છે કે ઠકકરબાપા નગરમાં વસંનગરના છાપરામાં રહેતી એક યુવતી ઘરનું કામકાજ પતાવીને સવારના ૯ વાગ્યાના સુમારે કપડાં ધોઈને ઘરના ધાબા પર કપડાં સૂકવવા માટે ગઈ હતી. આ સમયે ઘરનો પડોશી મનજી ચેતનભાઈ ચારણ તેના ઘરની સીડી પર બેઠેલો હતો. જેવી યુવતી કપડાં સૂકવવા લાગી એને દોડીને આવીને યુવતીનો હાથ પકડી લીધો હતો.
    યુવતીને એ ખેંચી જવા માગતો હતો પણ યુવતીએ આ જબરદસ્તી સામે અવાજ ઉઠાવતાં યુવતીની કપડાં ઉતારવાની મનોકામના રાખતા મનજી ચારણે પોતાના કપડાં જ ઉતારી દીધા હતા.

    ગભરાઈ ગયેલી આ યુવતીએ બુમાબુમ કરતાં તેની માતા અને ભાઈ દોડી આવ્યા હતા. આ દરમિયાન મનજી ભાગી ગયો હતો. આ અંગે મહિલા હેલ્પલાઈનમાં ફોન કરતાં પોલીસ દોડી આવી હતી. આમ એક યુવતી પોતાના ઘરના ધાબા પર કપડાં સૂકવી રહી હતી. એ સમયે જ તેની સાથે ખરાબ ઈરાદે આવેલા યુવકે યુવતીની છેડતીનો પ્રયાસ કર્યો હતો પણ યુવતીએ મચક ના આપતાં આખરે તે ભાગી ગયો હતો. આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Bihar flood: ફાલ્ગુ નદીમાં અચાનક પૂરના પગલે ભારે હાલાકી, ચોમાસા પહેલા NDRFએ ચલાવી બચાવ કામગીરી

    June 21, 2025

    WhatsApp અને એલન મસ્કનું XChat— કયામાં વધુ ફીચર્સ છે?

    June 7, 2025

    Bank Credit Falls In Metropolitan Branches: ગામ અને કસ્બાઓમાં બેંક લોનમાં વધતું વલણ: RBI રિપોર્ટની મુખ્ય જાણકારી

    June 3, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.