Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»માતા-પિતાએ તેને સ્ટૂડન્ટ વિઝા પર યુકે મોકલી સંતાનને વિદેશ ભણવા કેમ મોકલે છે મધ્યમ વર્ગના મા-બાપ?
    India

    માતા-પિતાએ તેને સ્ટૂડન્ટ વિઝા પર યુકે મોકલી સંતાનને વિદેશ ભણવા કેમ મોકલે છે મધ્યમ વર્ગના મા-બાપ?

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 12, 2023No Comments5 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એક સમય હતો કે જ્યારે મા-બાપ પોતાના સંતાનને હોસ્ટેલમાં મોકલતા પણ અચકાતા હતા, પણ ધીરે-ધીરે ગ્રેજ્યુએટ થઈ ગયેલા પોતાના સંતાનને વિદેશમાં મોકલવાનું ચલણ શરૂ થયું અને છેલ્લા ચાર-પાંચ વર્ષમાં તો બાળક બારમું ધોરણ પાસ કરે તે સાથે જ તેને વિદેશ મોકલવાનો જાણે એક નવો જ ટ્રેન્ડ ગુજરાતમાં શરૂ થયો છે. પહેલા ધનવાન કુટુંબના સંતાનો જ વિદેશ ભણવા જતા હતા, પરંતુ એજ્યુકેશન લોન લેવાનું જેમ-જેમ દિવસેને દિવસે સરળ થતું ગયું તેમ-તેમ મધ્યમ વર્ગના મા-બાપ પણ પોતાના સંતાનોને વગર કંઈ લાંબુ વિચાર્યે વિદેશ મોકલવા લાગ્યા અને લોકોનું જાેઈને બાાળકો પર પણ વિદેશ જવાનું પ્રેશર વધવા લાગ્યું. જાેકે, સવાલ એ છે કે પોતાના બાળકોને ૨૦-૨૫ લાખ રૂપિયાનો ધરખમ ખર્ચો કરીને વિદેશ ભણવા મોકલતા મા-બાપ ખરેખર તેમને ભણવા જ મોકલે છે? તેનો જવાબ છે નાપ જાે ભણવું જ હોય તો આપણા દેશમાં પણ ઘણી સારી સરકારી અને પ્રાઈવેટ કોલેજાે તેમજ યુનિવર્સિટી ઉપલબ્ધ છે જ, અને જે લોકો વિદેશ ભણવા જાય છે તે ખુદ પણ કહે છે કે આપણા દેશનું એજ્યુકેશન વિદેશ કરતાં ઘણું સારૂં છે.

    તેવામાં સ્વાભાવિક છે કે ભણવા માટે વિદેશ જતાં લોકોનો વાસ્તવિક ગોલ ત્યાં જઈ પૈસા કમાવવાનો હોય છે, અને તેમના મા-બાપની પણ તેમાં સંમતિ હોય છે. જે સ્ટૂડન્ટ્‌સ દર વર્ષે યુકે, કેનેડા, અમેરિકા કે પછી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોમાં જાય છે તેમાંના મોટાભાગનાને વિદેશ મોકલવા માટે તેમના મા-બાપે લાખો રૂપિયાની લોન લીધી હોય છે. પોતાનું સંતાન વિદેશ જવાની તૈયારી કરતું હોય ત્યારે તો મા-બાપ પૈસાની કોઈ વાત નથી કરતા, પરંતુ વિદેશની ધરતી પર પહોંચ્યાના ચાર-છ મહિના થઈ જાય પછી આડકતરી રીતે સ્ટૂડન્ટ્‌સ પર ઘરે પૈસા મોકલવાનું પ્રેશર વધવા લાગે છે. લંડનમાં રહેતી એક ગુજરાતીએ પોતાનો અનુભવ શેર કર્યો હતો, તેનું પણ કંઈક આવું જ કહેવું હતું. મિત્તલ (નામ બદલ્યું છે) નામની આ યુવતી ૧૨મું ધોરણ પાસ થઈ ત્યારબાદ ૨૦૨૨માં તેના માતા-પિતાએ તેને સ્ટૂડન્ટ વિઝા પર યુકે મોકલી હતી અને તેના માટે તેમણે લગભગ ૨૧ લાખ રૂપિયા જેટલો ખર્ચો કર્યો હતો, અને આ ખર્ચો કાઢવા તેમણે એજ્યુકેશન લોન લીધી હતી.

    મિત્તલના પિતા એક સામાન્ય જાેબ કરે છે, અને તેમનો પગાર મહિને માંડ પચાકેસ હજાર રૂપિયાની આસપાસ છે. મિતલના પિતાએ તેની સાથે ક્યારેય લોનના હપ્તા ભરવા અંગે વાત નહોતી કરી, પરંતુ મિત્તલના યુકે ગયાના છએક મહિનામાં જ આડકતરી રીતે તેના પર ઘરે પૈસા મોકલવાનું પ્રેશર વધવા લાગ્યું હતું. લંડનમાં મિત્તલની લાઈફ જરાય આસાન નહોતી, તેને ભણવામાં વધારે રસ હતો પરંતુ કોલેજની સાથે જાેબ કરવું તેના માટે મુશ્કેલ હતું. એટલું જ નહીં, લંડનમાં પાર્ટ ટાઈમ જાેબ શોધવાનું કામ મિત્તલ માટે લોઢાના ચણા ચાવવા બરાબર હતું, કારણકે તેણે ઈન્ડિયામાં તો ક્યારેય કોઈ નોકરી કરી જ નહોતી. મિત્તલ લંડન પહોંચી તેના ત્રણેક મહિના બાદ તેને અલગ-અલગ જગ્યાએ અમુક કલાકો માટે કામ મળતું હતું, પરંતુ તેનાથી તેને લંડનના ખર્ચા કાઢવામાં પણ તકલીફ પડતી હતી અને ઘરેથી પૈસા મગાવવાની નોબત આવતી હતી. તો બીજી તરફ, મિત્તલના મા-બાપની ગણતરી એવી હતી કે છોકરી યુકે પહોંચ્યા બાદ દર મહિને ઘરે પૈસા મોકલશે, પરંતુ ખરેખર તો તેમને દીકરીને પૈસા મોકલવા પડી રહ્યા હતા. ચારેક મહિના સુધી દીકરીને પૈસા મોકલ્યા બાદ મિત્તલના પિતા માટે લોનના હપ્તા ભરવાની સાથે લંડન પૈસા મોકલવાનું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું હતું, અને આખરે એક દિવસ મિત્તલની મમ્મીએ જ તેને કહી દીધું હતું કે હવે ઘરેથી પૈસા મગાવી તારા પપ્પાનું ટેન્શન ના વધારીશ. મિત્તલ પણ તેના ઘરની સ્થિતિ બરાબર સમજતી હતી, પરંતુ ભણવા માટે યુકે ગયેલી અમદાવાદની આ છોકરી પણ હવે બરાબરની ફસાઈ હતી. ઘરેથી તે પૈસા મગાવી શકે તેમ નહોતી અને લંડનમાં તેને કોઈ સરખી જાેબ પણ નહોતી મળતી.

    સપ્ટેમ્બર ૨૦૨૨માં યુકે ગયેલી મિત્તલને લગભગ છએક મહિના બાદ એક સ્ટોરમાં જાેબ મળી હતી, પરંતુ ત્યાં તેને કામકાજના કલાકો અને સેલેરી એટલા ઓછા મળતા હતા કે ઘરે પૈસા મોકલવાનું તેના માટે કોઈ હિસાબે શક્ય નહોતું. તો બીજી તરફ હવે તેના મા-બાપની ધીરજ પણ ખૂટી રહી હતી, અને પૈસા બાબતે ક્યારેક તો મિત્તલને તેના મમ્મી-પપ્પા સાથે ઝઘડા પણ થઈ જતા હતા. તેવામાં એક દિવસ તેની મમ્મીના મોઢામાંથી નીકળી ગયું હતું કે અમને તો એમ હતું કે તું યુકે જઈને મહિને એકાદ લાખ રૂપિયા ઘરે મોકલતી થઈ જઈશ, પણ અત્યારસુધી તે એક રૂપિયો પણ નથી મોકલ્યો. માતાના મોઢે આ વાત સાંભળી મિત્તલને ધ્રાસ્કો લાગ્યો હતો, અને તેણે પણ સામે સવાલ કર્યો હતો કે તમને એવું કોણે કહ્યું કે વિદેશમાં ભણવા જતાં છોકરા મહિને લાખ રૂપિયા ઘરે મોકલે છે? મિત્તલની મમ્મી પાસે દીકરીએ પૂછેલા આ સવાલનો જવાબ તો નહોતો, પણ આવી સ્થિતિનો સામનો કરનારી મિત્તલ કંઈ એકમાત્ર છોકરી નથી. યુકે હોય કે કેનેડા, દેવું કરીને વિદેશ ભણવા જતાં ઘણા સ્ટૂડન્ટ્‌સને આવી જ સ્થિતિનો ક્યારેકને ક્યારેક તો સામનો કરવાનો આવે જ છે. નાની ઉંમરમાં ફેમિલીથી દૂર રહી વિદેશની ધરતી પર સેટલ થવાનું કામ જરાય આસાન નથી હોતું ત્યારે સ્ટૂડન્ટ્‌સને ઘરે પૈસા મોકલવાના પણ જબરજસ્ત પ્રેશરનો સામનો કરવો પડે છે.

    તેમાંય જ્યારે વાત ભણવાની સાથે જાેબ શોધવાની આવે ત્યારે ભલભલાને દિવસે તારા દેખાઈ જતા હોય છે, અને જાે તેમને ક્યાંક નાની-મોટી જાેબ મળી જાય તો પણ મોટાભાગના કેસમાં તેમને ઓછા પગારમાં કામ કરી શોષણના ભોગ બનવું પડે છે. કોઈ રેસ્ટોરાંમાં વેઈટરની જાેબ માટે વેકેસન્સી હોય તો પણ લોકોની લાઈન લાગી જતી હોય છે. વિદેશમાં અભ્યાસ કરતાં મિત્તલ જેવા ઘણા સ્ટૂડન્ટ્‌સે પોતાની વ્યથા શેર કરી છે, તેમાંય યુકેમાં ભણવા ગયેલા અમુક સ્ટૂડન્ટ્‌સનું તો ત્યાં સુધી કહેવું હતું કે રહેવા-જમવાના ખર્ચા સાથે કોલેજની ફી ભરવાનું પોસાતું ના હોવાના કારણે તેમણે ચાર-છ મહિનામાં જ ભણવાનું છોડી દેવાની પણ ફરજ પડી હતી. એટલું જ નહીં, વિદેશ ભણવા ગયેલી અમુક છોકરીઓ તો ખર્ચા કાઢવા માટે ના કરવાના કામ કરવા માટે પણ મજબૂર થતી હોય છે અને આ વાત વિદેશમાં ભણતા ઘણા ગુજરાતી સ્ટૂડન્ટ્‌સે શેર કરી છે. યુકેની જ વાત કરીએ તો ભણવાનું છોડી દેનારા ઘણા સ્ટૂડન્ટ્‌સ ત્યાં જ ઈલીગલી કામ કરતા રહે છે, અને અમુક લોકો પોતાના ઈમિગ્રેશન સ્ટેટસમાં ફેરફાર કરાવીને કાયદેસર રીતે જાેબ કરવા માટે પણ પ્રયાસ કરે છે, જાેકે તેમાંય તેમની સાથે ઘણીવાર લાખો રૂપિયાનું ચિટિંગ થઈ જતું હોય છે. આવા સ્ટૂડન્ટ્‌સ પોતાના સંતાનોને વિદેશમાં ભણવા માટે મોકલવા માગતા દરેક મા-બાપને એટલું જ કહેવા માગે છે કે જાે તમને પૈસામાં જ રસ હોય તો દેવું કરીને તમારા બાળકને વિદેશ ના મોકલશો. તમારા દીકરો કે દીકરી વિદેશ ગયા બાદ ઘરે મહિને લાખ રૂપિયા મોકલતા થઈ જશે તે વાત માત્ર એક વ્હેમ સિવાય બીજું કંઈ નથી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.