અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુનો કહેર વધ્યો છે. ત્યારે ૮ દિવસમાં ડેન્ગ્યુનાં ૧૧૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં ડેન્ગ્યુનાં કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યંિ થયું છે. ત્રણ દિવસમાં ડેન્ગ્યુથી ૨ દર્દીઓનાં મૃત્યું થયા છે. ત્યારે ૧૦ દિવસની ડેન્ગ્યુની સારવાર બાદ હોસ્પિટલમાં મૃત્યું નિપજ્યું હતું. વરસાદ બાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયાનાં કેસમાં વધારો નોંધાયો છે. વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ ગંદકીનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઈ કોર્પોરેશન દ્વારા શહેરમાં ફોંગિંગની અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી છે.
આ બાબતે એએમસીનાં આરોગ્ય અધિકારી ર્ડા. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય કેસ બાબતે સાદા મેલેરિયાનાં ૧૨ કેસ, ડેન્ગ્યુનાં ૧૧૦ કેસ અને ચિકનગુનિયાનાં ૫ કેસ નોધાવા પામ્યા છે. કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય કેસ અટકાવવા માટે ઈન્ટરડોમીસ્ટીક એક્ટિવીટી અને ફોગિંગની એક્ટીવીટી મુખ્ય કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે આગળનાં બે-ત્રણ મહિનાની સરખામણી કરીએ તો જુલાઈ માસ દરમ્યાન ડેન્ગ્યુનાં ૨૦૧ કેસ રિપોર્ટ થયેલા હતા. ઓગસ્ટ માસ દરમ્યાન કુલ ૮૦૫ કેસ, સપ્ટેમ્બર માસ દરમ્યાન કુલ ૭૦૮ કેસ અને ઓક્ટોમ્બર માસ દરમ્યાન કુલ ૧૧૦ કેસ અત્યાર સુધી નોંધાયેલ છે. હાલ કોર્પોરેશનમાં આવેલ એલજી હોસ્પિટલમાં ૨૬ વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે.