Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પરણિતા પરિવાર સાથે સેટલ થવા ગઈ હતી કેનેડા ગયેલો પરિવાર અઢી મહિનામાં ભારત આવી ગયો
    Gujarat

    પરણિતા પરિવાર સાથે સેટલ થવા ગઈ હતી કેનેડા ગયેલો પરિવાર અઢી મહિનામાં ભારત આવી ગયો

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 10, 2023Updated:October 10, 2023No Comments5 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    તમે રૂપિયાવાળા હોવ કે મિડલ ક્લાસ ફેમિલીમાંથી હોવ, પરદેશમાં જવાનો ર્નિણય અને ત્યાં સેટલ થવું જરાય સરળ હોતું નથી. ભારતમાં બિઝનેસ વેલસેટ હોવા છતાં એક પરિવાર પોતાના બે બાળકો સાથે કેનેડા સેટલ થવા માટે ગયો પરંતુ અઢી મહિનામાં જ તેઓ પરત આવી ગયા હતા. હવે તેમની સાથે એવું તો શું થયું કે લોકો વિદેશ જવા માટે તલપાપડ થતા હોય છે અને તેમને તક મળી ગઈ, ઘર, ગાડી બધું સેટ થઈ ગયું છતાં પાછા ભારત આવવાનો ર્નિણય લેવો પડ્યો. આ અંગે રાધિકા શર્મા (નામ બદલ્યું છે)એ પોતાનો ત્યાં જવાનો, ત્યાં રહેવાનો, ત્યાના કાયદા વગેરે અંગે વાત કરી છે, જેમાં તેમણે કેનેડામાં રહેવાના જે અનુભવો કર્યા તેના સારા અને નરસા બન્ને પાસા પણ ગણાવ્યા છે. તો આવો તમને જણાવીએ કે એક પરિણીતાનો કેનેડામાં રહેવાનો અને ત્યા થયેલા અનુભવો વિશે શું કહેવું છે.

    તેમને કેનેડામાં કેટલીક બાબતો બહુ જ પસંદ પડી જ્યારે કેટલીક બાબતો તેમને બહુ ખટકતી પણ હતી જેના વિશે પણ તેમણે ખુલીને વાત કરી છે. જેમને કેનેડા જવું છે કે માત્ર ત્યાના કલચર, આબોહવા, કાયદા વગેરે વિશે જાણવું છે તેમને પણ અહીંથી ઘણું જાણવા મળશે. રાધિકાના પતિ ભારતમાં બિઝનેસમેન છે અને તેઓ ભારત અને કેનેડા બન્ને જગ્યા પર બિઝનેસ હેન્ડલ કરવાના હતા એટલે કે તેઓ થોડો સમય કેનેડામાં અને થોડો સમય ભારતમાં રહેવાના હતા. આવામાં પરિણીતા પોતાના બે બાળકો સાથે કેનેડામાં એકલી રહેતી હતી અને તેણે ત્યાં શું જાેયું અને શું અનુભવ્યું તે વિશે વાત કરવાની સાથે તેમણે એક વાત સૌથી મહત્વની એ જણાવી કે તેઓ કેનેડા ગયા તેના પહેલા બેકઅપ પ્લાન બનાવ્યો હતો અને એ જ પ્લાન પ્રમાણે તેઓ અઢી મહિના ત્યાં રહ્યા પછી પરત ભારત આવી ગયા હતા.

    રાધિકા કહે છે કે કેનેડામાં તમને સૌથી વધુ તમારો પરિવાર, તમારા લોકો, તહેવારો વગેરેની બહુ જ યાદ આવે છે. ભારત અને કેનેડાની સરખામણી કરવાના બદલે તેમણે ત્યાના સારા અને નરસા પાસા વિશે વાત કરીને જણાવ્યું કે અહીંના કાયદા અને નિયમોનું લોકો બરાબર રીતે પાલન કરે છે, આવામાં તમને ખોટી અડચણો નડતી નથી. તેમના માટે કેનેડા જવાનો પ્લસ પોઈન્ટ એ હતો કે તેમના સગા પહેલાથી જ ત્યાં રહેતા હતા, જેથી કરીને શરુઆતના જે કાગળિયા, ડ્રાઈવિંગ લાયન્સ, ભાડાનું ઘર વગેરે માટે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો નહોતો આવ્યો અને વારંવાર ઈન્ટરનેટ પર માહિતીઓ શોધવાની જરુર પડી નહોતી. પરંતુ તેમને સૌથી મુશ્કેલ એ બાબત લાગતી હતી કે અહીં બધું જ તમારે પોતાની જાતે કરવું પડે છે, અહીં ભારત જેવું નથી હોતું કે તમે નાના-નાના કામ માટે કોઈને ફોન કરીને કે અમુક રૂપિયા ચૂકવીને તે કરાવી શકો. કેનેડાની સારી બાબતો વિશે વાત કરીને રાધિકા જણાવે છે કે, અહીં સ્કૂલમાં એડમિશન લેવું, ભાડાનું ઘર લેવું વગેરે બહું અઘરું નથી, જાે તમે પ્લાન તૈયાર રાખ્યો હોય તો બધું એકદમ સરળતાથી થઈ જાય છે. તેમણે જણાવ્યું કે અહીંનું ભણતર ભારતની સરખામણીમાં થોડું પાછળ છે એટલે કે તમારું બાળક કે પાંચમા ધોરણમાં ભણી લે છે તે અહીં ૬-૭ ધોરણમાં ભણાવવામાં આવે છે આ સિવાય અહીં ભારતનું બહુ ભારણ બાળકોના માથે આપવામાં આવતું નથી, હોમવર્ક જેવી સિસ્ટમ અહીં બહુ જ ઓછી જાેવા મળે છે.

    કેનેડાના એક અનુભવને શેર કરીને તેમણે કહ્યું કે એક દિવસ તેઓ પોતાના પતિ સાથે ચાલવા નીકળ્યા હતા ત્યારે એક સ્કૂલની બસ ઉભી રહી અને તેણે પાર્કિંગ લાઈટ ચાલું કરી દીધી અને સ્ટોપનું બોર્ડ દર્શાવી દીધું હતું. આ જાેઈને તે ચાર રસ્તા પરથી પસાર થતા તમામ વાહનો ઉભા રહી ગયા હતા, કારણ તેમના માટે એ સાઈન હતી કે કોઈ બાળક બસમાંથી ચઢી રહ્યું છે અથવા તો ઉતરી રહ્યું છે. આ બાળક રોડ ક્રોસ કરીને પસાર ન થઈ ગયું ત્યાં સુધી તમામ વાહનો બસથી દૂર ઉભા રહી ગયા હતા અને ત્યાની એ વાત બહુ જ પસંદ પડી કે તેઓ બાળકોને બહુ જ મહત્વ આપે છે, બાળકોના માતા-પિતા પણ તેમના બાળકો પર હાથ ઉપાડી શકતા નથી. તેમણે કહ્યું કે આવા કિસ્સામાં જ્યારે ભારતમાં કોઈ પણ બાળક રોડ ક્રોસ કરતું હોય કે રોડ ક્રોસ કરીને સ્કૂલે જવાનું હોય તો સતત ચિંતા રહેતી હોય છે, પરંતુ કેનેડામાં આ બાબત બહુ જ સારી જાેવા મળી હતી.

    આ સિવાય કેનેડામાં સ્વાસ્થ્ય, ફૂડ, ચોખ્ખાઈ વગેરે બાબતો પણ તેમને ઘણી પસંદ પડી હતી. અહીંની આબોહવા પણ તેમને પોલ્યુશન ફ્રી હોવાનો અનુભવ થયો હતો. કેનેડા વિશેના માઈનસ પોઈન્ટની વાત કરીને તેમણે સૌથી પહેલા કહ્યું કે અહીં ડ્રગ્સ-વિડ્‌સ બધું લિગલ છે જેના કારણે તેમને પતિ કેનેડાથી ગયા પછી આ વસ્તુ સતત મગજમાં આવતી હતી. જાેકે, તેમણે કહ્યું કે ભારતમાં પણ આ વસ્તુ છે તેના પર કોઈ ચર્ચા કરવાની જરુર નથી પરંતુ કેનેડામાં તે ખુલ્લેઆમ થઈ શકે છે તેના પર કોઈ રોકટોક કરી શકતું નથી તેના કારણે સતત ચિંતા થતી હતી. આ સિવાય તેમણે કહ્યું કે, અહીં જાે તમે શાકાહારી હોવ તો તમને જમવાના ઓપ્શન બહુ જ ઓછા મળે છે, તમે નોનવેજ ખાતા હોવ તો તમને અહીં ઢગલો ઓપ્શન અને હોટલ, રેસ્ટોરન્ટ મળી જશે. તેમણે કહ્યું કે આ બાબતો અહીં બધા હોવા છતાં જાણે તમે એકલા જ હોવ તેવો અહેસાસ સતત થઈ રહ્યો હતો. આ પછી એક દિવસ તેમણે ઘરે વાત કરી અને તેમણે અઢી મહિનો કેનેડામાં રહ્યા પછી પરત આવી જવાનો ર્નિણય કરી લીધો હતો. તેમણે કેનેડામાં ટીચર તરીકેની નોકરી માટે રિઝ્‌યુમ આપ્યા હતા અને તેમને બે સ્કૂલમાં નોકરી મળી પણ ગઈ હતી અને તેમાંથી તેમણે એક સ્કૂલ પસંદ કરવાની હતી. રાધિકા પોતાના પરિવાર સાથે ચાલુ વર્ષના મે મહિનામાં ગયા હતા અને આખરે તેમણે પ્લાન બી બનાવ્યો હતો તે પ્રમાણે તેઓ પરત ભારત આવી ગયા છે. જાેકે, અહીં તેમણે કેનાડાના સારા અને ખરાબ બન્ને પાસાનો ઉલ્લેખ કર્યો છે. નમસ્તે, આશા રાખીએ કે તમને આ પ્રકારની વિગતો મદદરૂપ થશે, જાે તમારી વિદેશ જવાની ઈચ્છા હોય અને મનમાં તેને લઈને કોઈ સવાલ હોય તો તમે નીચે દર્શાવેલા ી-દ્બટ્ઠૈઙ્મ ૈંડ્ઢ પર મોકલી શકો છો. આ સિવાય તમે હાલ દુનિયાના કોઈ દેશમાં વસવાટ કરી રહ્યા હોવ અને તમારે કોઈ માહિતી અમારા સુધી પહોંચાડવી હોય તો પણ તમે જણાવી શકો છો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

    July 10, 2025

    Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

    July 9, 2025

    Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

    July 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.