Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»વ્યાજદરમાં ફેરફાર ન થવાને કારણે બજારમાં ખરીદી સેન્સેક્સમાં ૩૬૪ અને નિફ્ટીમાં ૧૦૮ પોઈન્ટનો વધારો જાેવા મળ્યો
    Business

    વ્યાજદરમાં ફેરફાર ન થવાને કારણે બજારમાં ખરીદી સેન્સેક્સમાં ૩૬૪ અને નિફ્ટીમાં ૧૦૮ પોઈન્ટનો વધારો જાેવા મળ્યો

    Shukhabar DeskBy Shukhabar DeskOctober 6, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વ્યાજદરમાં કોઈ ફેરફાર ન થવાને કારણે બજારમાં ખરીદીનો મૂડ જાેવા મળી રહ્યો છે. આજે સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારમાં તેજી જાેવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા છે. બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જાેવા મળી હતી, જ્યારે રિયલ્ટી, આઈટી અને ફાર્મા શેરોમાં ઉછાળો જાેવા મળ્યો હતો. જ્યારે મેટલ, પીએસઈ, બેન્કિંગ ઈન્ડેક્સ વધીને બંધ થયા છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૩૬૪.૦૬ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકાના વધારા સાથે ૬૫,૯૯૫.૬૩ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૧૦૭.૭૫ અંક એટલે કે ૦.૫૫ ટકાના વધારા સાથે ૧૯૬૫૩.૫૦ ના સ્તર પર બંધ થયો હતો. બીએસઈનો ૫૦ શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ ૩૫૦ પોઈન્ટથી વધુના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો છે. બીએસઈ સેન્સેક્સ ૩૬૪.૦૬ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકાના વધારા સાથે ૬૫,૯૯૫ ના સ્તર પર બંધ થયો. આ સિવાય એનએસઈનો નિફ્ટી ૧૦૫.૭૦ પોઈન્ટ અથવા ૦.૫૪ ટકાના વધારા સાથે ૧૯,૬૫૧ પર બંધ થયો હતો.

    નિફ્ટીના ૧૨ સૂચકાંકોમાંથી, ૧૧ સેક્ટોરલ ઈન્ડેક્સ એવા છે જે વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે. મીડિયા શેરો સિવાય અન્ય સેક્ટર સારા ઉછાળા સાથે બંધ થયા છે. રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ ૩.૦૮ ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. નાણાકીય સેવાઓ ૧.૦૪ ટકા અને ફાર્મા શેર ૦.૭૧ ટકા વધ્યા હતા. મેટલ શેર્સમાં કારોબાર ૦.૫૩ ટકાના વધારા સાથે બંધ થયો હતો. બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, ટાઇટન કંપની, ઇન્ડસઇન્ડ બેંક અને ટાટા કન્ઝ્‌યુમર પ્રોડક્ટ્‌સ નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ હતા. જ્યારે એચયુએલ, ઓએનજીસી, કોલ ઈન્ડિયા, ભારતી એરટેલ અને એક્સિસ બેન્ક નિફ્ટીના ટોપ લૂઝર હતા.

    સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૩ શેરો લીલા નિશાન સાથે અને માત્ર ૭ શેરો લાલ નિશાન સાથે બંધ થયા હતા. ટોપ ગેઇનર્સમાં, બજાજ ફિનસર્વ ૫.૮૬ ટકા ઉપર રહીને બજારને તેજી આપવામાં મહત્વની ભુમિકા ભજવી. બજાજ ફાઇનાન્સે ૪.૦૫ ટકા અને ટાઇટન ૨.૯૮ ટકાના વધારા સાથે વેપાર બંધ કર્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક ૨.૩૮ ટકા અને આઈટીસી ૧.૪૨ ટકા ઉપર રહ્યા હતા. ડેએસડબલ્યું સ્ટીલ ૧.૨૬ ટકાના વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યો છે. એચયુએલ સેન્સેક્સમાં ૦.૯૩ ટકાના ઘટાડા સાથે ટોપ લૂઝર રહ્યા. એશિયન પેઇન્ટ્‌સ ૦.૩૭ ટકા, એક્સિસ બેન્ક ૦.૨૬ ટકા, એલએન્ડટી ૦.૧૩ ટકા, એચડીએફસી બેન્ક ૦.૧૧ ટકા અને નેસ્લે ૦.૦૩ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    GST 2.0: 22 સપ્ટેમ્બરથી 375 થી વધુ વસ્તુઓ સસ્તી થશે, મધ્યમ વર્ગ માટે મોટી રાહત

    September 21, 2025

    H-1B Visa: ટ્રમ્પ વહીવટીતંત્રનો મોટો નિર્ણય, ફી વધારીને $100,000 કરી

    September 21, 2025

    Goods and Services Tax: ભારતમાં કરવેરા પ્રણાલીમાં મોટા ફેરફારો

    September 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.