ભારતને રોહન બોપન્ના અને રુતુજા ભોસલેની જાેડીએ એશિયન ગેમ્સ ૨૦૨૩ના ૭માં દિવસનો પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ટેનિસ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં આ ભારતીય જાેડીએ ચાઈનીઝ તાઈપેઈની જાેડીને ૨-૧થી હરાવી હતી. આ અગાઉ સરબજાેત સિંહ અને દિવ્યા થડીગોલની જાેડી ૧૦ મીટર એર પિસ્ટલ મિક્સ ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.
રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ ચાઈનીઝ તાઈપેઈના એન-શુઓ લિયાંગ અને ત્સુંગ-હાઓ હુઆંગ સામે ત્રીજાે સેટ ટાઈ-બ્રેકર જીતીને એશિયન ગેમ્સ ૨૦૨૩માં મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રોહન બોપન્ના અને રુતુજા ભોસલેએ મિક્સ ડબલ્સની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને તાઈપેઈની જાેડીને ૨-૬, ૬-૩ અને ૧૦-૪થી હરાવી હતી. આમ ભારત પાસે કુલ ૩૫ મેડલ છે જેમાં ૯ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૧૩ બ્રોન્ઝ મેડલ સામેલ છે.
