Sahara Refund Update: સરકારનો મોટો નિર્ણય, નવા હેલ્પલાઇન નંબર જાહેર; રિજેક્ટ થયેલી અરજી ફરી કરી શકાશે
સહારા ઇન્ડિયામાં વર્ષોથી પોતાની મહેનતની કમાણી ફસાવી બેઠેલા લાખો રોકાણકારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય સહકારિતા મંત્રાલયે રિફંડ પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે. નવા નિયમો અનુસાર, હવે રોકાણકારો માત્ર ₹50,000 કે ₹10 લાખ સુધી જ નહીં, પરંતુ તેમની પાત્રતા મુજબ સંપૂર્ણ બાકી રકમ મેળવવા માટે ક્લેમ કરી શકશે. આ નિર્ણયથી લાંબા સમયથી રિફંડની રાહ જોતા રોકાણકારોને મોટી આશા જાગી છે.
₹50,000ની મર્યાદા દૂર, હવે પૂરી રકમ માટે ક્લેમ કરી શકાશે
સહકારિતા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપીને સ્પષ્ટ કર્યું છે કે સહારા રિફંડ માટે અગાઉ લાગુ કરવામાં આવેલી મહત્તમ ₹50,000ની મર્યાદા હવે દૂર કરવામાં આવી છે. આ અપડેટથી પાત્ર રોકાણકારો પોતાની બાકી જમા રકમ માટે ક્લેમ કરી શકશે. જોકે, રિફંડની મંજૂરી દસ્તાવેજોની ચકાસણી અને પાત્રતા પર આધારિત રહેશે. તેથી રોકાણકારોએ અરજી કરતી વખતે તમામ જરૂરી વિગતો અને પુરાવા યોગ્ય રીતે રજૂ કરવા જરૂરી છે.
सहारा रिफंड प्रक्रिया हुई और आसान! अब जमाकर्ता किसी भी कुल दावा राशि के लिए आवेदन जमा कर सकते हैं।
22 अक्टूबर 2026 तक ₹9,585 करोड़ से अधिक की राशि रिफंड की जा चुकी है।
ध्यान दें, आवेदन जमा करने की प्रक्रिया पूरी तरह निःशुल्क है।
अपनी पात्रता एवं आवेदन संबंधी जानकारी के लिए सीआरसीएस-सहारा रिफंड पोर्टल पर जाएँ-
https://t.co/Jy0ECzTKdz#SahkarSeSamriddhi #EmpoweringCooperatives #SaharaRefund #Sahara #CRCSRefundPortal
— Ministry of Cooperation, Government of India (@MinOfCooperatn) October 29, 2026
રિફંડની સમસ્યાઓ માટે ત્રણ નવા હેલ્પલાઇન નંબર જાહેર
સહારા રિફંડ પોર્ટલ પર અરજી કરતી વખતે રોકાણકારોને ઘણીવાર ટેકનિકલ મુશ્કેલીઓ, લોગિનની સમસ્યાઓ અને દસ્તાવેજો અપલોડ કરવામાં અડચણોનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓના ઉકેલ માટે મંત્રાલયે ત્રણ નવા હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. રોકાણકારો હવે નીચેના નંબરો પર સંપર્ક કરી શકે છે.
011-44716198
011-44716498
011-44716887
આ નંબરો દ્વારા પોર્ટલ સંબંધિત મુશ્કેલીઓ અને ફરિયાદોના નિવારણ માટે મદદ મેળવી શકાય છે. સંપર્ક કરતી વખતે અરજીની વિગતો અને જરૂરી ઓળખ સંબંધિત માહિતી તૈયાર રાખવી.
અત્યાર સુધી ₹9,585 કરોડથી વધુ રિફંડ ચૂકવાયું
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 22 ઓક્ટોબર 2026 સુધીમાં સહારા જૂથના પાત્ર રોકાણકારોને ₹9,585 કરોડથી વધુની રકમ તેમના બેંક ખાતામાં પરત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રિફંડ પ્રક્રિયા માટે કુલ ₹10,000 કરોડની રકમ નક્કી કરવામાં આવી છે. આ પ્રક્રિયાની અંતિમ સમયમર્યાદા 31 ડિસેમ્બર 2026 રાખવામાં આવી છે. તેથી જે રોકાણકારો હજુ સુધી અરજી કરી શક્યા નથી, તેમણે પોર્ટલ પર પોતાની પાત્રતા તપાસવી જોઈએ.
સહારા રિફંડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
રિફંડ મેળવવા માટે રોકાણકારોએ સૌથી પહેલાં CRCS-સહારા રિફંડના સત્તાવાર પોર્ટલ પર જવું પડશે. ત્યાં આધાર નંબર અને આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબરની મદદથી નોંધણી તથા લોગિન કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ખાસ ધ્યાન રાખવું કે આધાર કાર્ડ સક્રિય મોબાઇલ નંબર સાથે લિંક હોવું જોઈએ. ઉપરાંત, રિફંડ મેળવવા માટેનું બેંક ખાતું પણ આધાર સાથે જોડાયેલું હોવું જરૂરી છે. ત્યારબાદ પોર્ટલ પર માંગવામાં આવેલી વિગતો ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
અગાઉ ક્લેમ રિજેક્ટ થયો હોય તો ફરી અરજી કરવાની તક
જે રોકાણકારોની અગાઉની રિફંડ અરજી દસ્તાવેજોની ખામી, અધૂરી માહિતી અથવા અન્ય કારણોસર રિજેક્ટ થઈ ગઈ હતી, તેમના માટે પણ મહત્વપૂર્ણ સુવિધા ઉપલબ્ધ છે. આવા રોકાણકારો અપડેટેડ પોર્ટલ પર જઈને ‘Resubmission Login’ વિકલ્પ પસંદ કરી શકે છે. ત્યારબાદ અગાઉની અરજીમાં રહેલી ભૂલો સુધારીને યોગ્ય દસ્તાવેજો સાથે ફરીથી ક્લેમ સબમિટ કરી શકશે. અરજી કરતાં પહેલાં જમા રકમની રસીદ, સભ્યપદ નંબર, આધાર અને બેંકની વિગતો તપાસી લેવી જોઈએ. ખાસ કરીને અજાણ્યા એજન્ટને OTP કે બેંકની ગુપ્ત માહિતી આપવાથી બચવું જોઈએ અને માત્ર સત્તાવાર પોર્ટલનો જ ઉપયોગ કરવો જોઈએ.
