Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»દીપિકા અને શોએબ ઈબ્રાહિમ પેરેન્ટ્‌સ બની ગયા છે બાળકને ઘરે લઈ જવાની રાહ જાેઈ રહ્યું છે કપલ
    Entertainment

    દીપિકા અને શોએબ ઈબ્રાહિમ પેરેન્ટ્‌સ બની ગયા છે બાળકને ઘરે લઈ જવાની રાહ જાેઈ રહ્યું છે કપલ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 27, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ પેરેન્ટ્‌સ બની ગયા છે. ‘સસુરાલ સિમર કા’ ફેમ એક્ટ્રેસે ૨૧ જૂને વહેલી સવારે દીકરાને જન્મ આપ્યો. જાે કે, તેની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હોવાથી તેના બાળકને હાલ દ્ગૈંઝ્રેંમાં ડોક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે તો ન્યૂ મોમને પણ હજી સુધી ડિસ્ચાર્જ કરવામાં આવી નથી. યૂટ્યૂબ ચેનલ પર લાખો ફોલોઅર્સ ધરાવતા આ કપલે પ્રેગ્નેન્સીની જર્નીની એક-એક ડિટેઈલ્સ શેર કરી હતી. દીપિકાની તબિયત હાલ સારી છે ત્યારે બંનેએ હાલમાં હોસ્પિટલમાંથી એક વ્લોગ શેર કર્યો હતો. જેમાં હેલ્થ અપડેટ આપી હતી અને દીકરાના જન્મના કનેક્શનની સાથે-સાથે તેનો ચહેરો કોને મળતો આવે છે તે વિશે પણ જણાવ્યું હતું. શોએબે જણાવ્યું હતું કે ‘દીપિકા ઠીક છે. તેનું સી સેક્શન થયું છે. પીડા છે પરંતુ તે રિકવર થઈ રહી છે. અમે માત્ર તે ક્ષણની રાહ જાેઈ રહ્યા છીએ કે, દીકરાને જલ્દીથી ઘરે લઈ જઈએ. કારણ કે, હાલ તો માત્ર મેં અને દીપિકાએ જ તેને જાેયો છે. ઘરની કોઈ વ્યક્તિ તેને મળી શકી નથી. તેને મારા મમ્મી-પપ્પા, ભાઈ-બહેન અને દીપિકાના મમ્મી સાથે મળાવવો છે. બર્થ ડેની રાતે ડિનર કરી રહ્યા હતા અને અચાનકથી આ બધું થઈ ગયું. કારણ કે, જુલાઈના બીજા અથવા ત્રીજા અઠવાડિયાની તારીખ હતી પરંતુ બધું એટલી જલ્દીથી થઈ ગયું કે કોઈ તૈયાર નહોતું. શોએબે ઉમેર્યું હતું કે, ‘મારો દીકરો દ્ગૈંઝ્રેંમાં છે અને તેને આ સ્થિતિમાં જાેવાની હિંમત નથી થતી. એક દિવસ તો મેં તેને મળવાનું ટાળ્યું હતું. પરંતુ ડોક્ટરે કહ્યું હતું કે, તમારે મળવું જાેઈએ અને તમારો સ્પર્શ એ અનુભવી શકે છે. હવે તો તે થોડો રમવા પણ લાગ્યો છે’. દીપિકા કક્કરે જણાવ્યું હતું કે ‘મારા દીકરાનું અમારા બંને સાથે કનેક્શન છે. હું પણ પ્રીમેચ્યોર હતી. મારો દીકરોની સ્થિતિ તો ઘણી સારી છે. મારો તો સાતમા મહિને જન્મ થયો હતો. શોએબે જણાવ્યું હતું કે, જ્યારે સી-સેક્શન થઈ રહ્યું હતું ત્યારે ડોક્ટર દીપિકાને સતત પૂછી રહ્યા હતા કે, તમને શું લાગે છે દીકરો આવશે કે દીકરી. ત્યારે તેણે કહ્યું હતું કે, અંતરઆત્મા કહી રહી છે કે દીકરો જ આવશે. જ્યારે તેની વાત સાચી પડી તો તે ઓટીમાં બૂમો પાડવા લાગી હતી અને કહ્યું હતું કે ‘જાેયું? મેં કહ્યું હતું ને કે દીકરો જ છે’. દીપિકાની પ્રેગ્નેન્સી દરમિયાન સાથે ન રહી શક્યો હોવાથી શોએબ ઈબ્રાહિમે તેનો શો ‘અજૂની’ છોડવાનો ર્નિણય લીધો હતો અને પ્રોડક્શન હાઉસને પણ આ વિશે જાણ કરી હતી. તેણે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘પૂરી પ્રેગ્નેન્સીમાં દીપિકા સાથે નથી રહી શક્યો. આ એવો સમય છે જ્યાં દીપિકા અને બાળકને મારી જરૂર છે. કામ તો થતું રહેશે. અમારું ફીલ્ડ એવું છે જ્યાં તમે ગમે કે ઉંમરે કામ કરી શકો છો. જાે કે, દીપિકા આ વાત સાથે સંમત નહોતી. મેં નક્કી કર્યું હતું કે ૩-૪ મહિના બંને સાથે રહીશ અને બાદમાં ફરી કોઈ કામ શોધી લઈશ. મેં પ્રોડક્શન હાઉસને જુલાઈમાં કોન્ટ્રાક્ટ રિન્યૂ ન કરવાનું કહ્યું હતું. પરંતુ મેકર્સે મારા કામના કલાકો ઘટાડી દીધા અને કહ્યું કે તેઓ મને ઓછો કામ પણ બોલાવશે પરંતુ જવા નહીં દે’. દીપિકા અને શોએબે જણાવ્યું હતું કે, બંનેએ તેમના દીકરાનું નામ વિચારી લીધું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.