Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સેના-આતંકીઓની અથડામણ કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા બે આતંકીવાદીઓ ઠાર
    India

    જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સેના-આતંકીઓની અથડામણ કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા બે આતંકીવાદીઓ ઠાર

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 30, 2023Updated:September 30, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    જમ્મુ કાશ્મીરના કુપવાડા સેક્ટરમાં ફરી એક વખત સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. અહીં સેના અને પોલીસે જાેઈન્ટ એપરેશનમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલા બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. ભારતીય સેવાના સૂત્રોએ જણાવ્યું કે, કુપવાડાના માછિલ સેક્ટરના કુમકરી હ્યહામામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ કરી દેવામાં આવ્યો છે. ગુરૂવાર અને શુક્રવારની રાત્રિ દરમિયાન બે આતંકવાદીઓ પાકિસ્તાન સરહદ પરથી ભારતીય સરહદમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે ત્યાં તૈનાત સૈનિકોએ ઘૂસણખોરોને પડકાર ફેંક્યો હતો અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. આ ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. ઈન્ડિયન આર્મીને કોઈપણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી.

    જમ્મુ કાશ્મીર પોલીસના ઈનપુટ પર હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મૃતદેહોને મેળવવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલું છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે, હજુ વધુ આતંકવાદીઓની ઘૂસણખોરીની આશંકા છે. આ ઉપરાંત મૃતદેહોને મેળવવા માટે પણ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સામાન્ય લોકોને આ વિસ્તારમાં આવવા પર હાલમાં રોક લગાવી દેવામાં આવી છે.
    આ મહિનાની ૧૪ તારીખે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પણ એન્કાઉન્ટર થયુ હતું. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાના બે અધિકારીઓ અને એક જવાન ઉપરાંત જમ્મુ કાશ્મીર પોલીસના ડીએસપી શહીદ થઈ ગયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Education: અમેરિકામાં અભ્યાસ: રહેવાનો વાસ્તવિક ખર્ચ કેટલો છે?

    August 22, 2025

    PM Modi: લોકસભા અને રાજ્યસભા સ્થગિત, વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા

    August 21, 2025

    Rahul Gandhi: રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન અકસ્માત

    August 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.