Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»છૈંયા છૈંયા સોન્ગ પર કર્યો ડાન્સ અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઈકા અરોરાએ જમાવ્યો રંગ
    Entertainment

    છૈંયા છૈંયા સોન્ગ પર કર્યો ડાન્સ અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઈકા અરોરાએ જમાવ્યો રંગ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 27, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ ૨૦૧૯માં રિલેશનશિપ ઓફિશિયલ કર્યા ત્યારથી તેઓ ફેન્સને કપલ ગોલ્સ આપતાં આવ્યા છે. પાર્ટી હોય કે લંચ-ડિનર ડેટ… હેન્ગઆઉટ હોય કે વેકેશન… આ કપલ હંમેશા એકબીજા સાથે યંગ લવબર્ડ્‌સની જેમ વર્તે છે. અર્જુનનો આજે (૨૬ જૂન) બર્થ ડે છે ત્યારે મલાઈકા તેના સેલિબ્રેશનમાં સામેલ ન થાય તેવું ક્યારેય બની શકે? એક્ટરે મોડી રાતે પોતાના ઘરે સેલિબ્રેશન કર્યું હતું, જેમાં ખાસ મિત્રો સામેલ થયા હતા. આ દરમિયાન બધાએ સાથે મળીને ખૂબ મસ્તી કરી હતી અને ડાન્સ પણ કર્યો હતો. કિલર મૂવ્ઝ માટે જાણીતી મલાઈકાએ તેના ઓલ ટાઈમ હિટ સોન્ગ ‘છૈયા છૈયા’ પર ઠુમકાં લગાવ્યા હતા. તેનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. અર્જુન કપૂરની બર્થ ડે પાર્ટીમાં મલાઈકા અરોરા વ્હાઈટ શ્ રેડ કલરનું શિમરી ગાઉન પહેર્યું હતું. તેણે ‘છૈયા છૈયા’ સોન્ગ પર કિલર મૂવ્સ દેખાડ્યા હતા. તેની સાથે તેના કોઈ ફ્રેન્ડે પણ ડાન્સ કર્યો હતો. જ્યારે અન્ય મહેમાનોએ તેને ચીયર કરી હતી. મલાઈકા સિવાય અર્જુનની બર્થ ડે પાર્ટીમાં અર્જુનની બહેન અંશુલા અને તેનો બોયફ્રેન્ડ રોહન ઠક્કર સામેલ થયા હતા. આ સિવાય ખુશી કપૂર પણ કેમેરામાં કેદ થઈ હતી. એક્ટરે ૩૮મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. મલાઈકા અરોરાએ અર્જુન કપૂરને વિશ કરતાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું ‘હેપ્પી બર્થ ડે માય સનશાઈન, માય થિંકર, માય ગુફી, માય શોપોહોલિક, માય હેન્ડસમ જ્રટ્ઠદ્ઘિેહાટ્ઠॅર્ર્િ, રિપ્લાયમાં ‘બર્થ ડે બોય’એ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા હતા. કેટલાક ફેન્સે કોમેન્ટ કરતાં બંનેને લગ્ન કરી લેવાની વિનંતી કરી હતી તો કેટલાકે તેમની જાેડીને હોટ ગણાવી હતી. લવ સ્ટોરીની વાત કરીએ તો, અર્જુન કપૂર પહેલા સલમાન ખાનની બહેન અર્પિતા ખાનને ડેટ કરતો હતો. તે મળવા માટે અવારનવાર તેના ઘરે જતો હતો અને તે સમયે અરબાઝ ખાનની પત્ની મલાઈકા અરોરાને નોટિસ કરવાનું શરૂ કર્યું હતું. ૨ વર્ષ બાદ અર્જુને અર્પિતા સાથે બ્રેકઅપ કર્યું હતું અને બોલિવુડમાં ડેબ્યૂ કરવા અંગે ફોકસ કરવા લાગ્યો હતો. અર્જુનનું આ દરમિયાન મલાઈકા સાથે સારું બોન્ડિંગ થઈ ગયું હતું અને મલાઈકાએ જ તેને ફિલ્મો કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. ૨૦૧૬માં મલાઈકાએ ૧૯ વર્ષના લગ્નજીવન બાદ અરબાઝને ડિવોર્સ આપ્યા હતા. ડિવોર્સ બાદ મલાઈકા અને અર્જુને મળવાનું શરૂ કર્યું હતું. બંને એકબીજાના ઘરની મુલાકાત લેતા રહેતા હતા. ૨૦૧૮માં કેઓ લેકમે ફેશન વીકમાં સાથે દેખાયા હતા. તેઓ ઘણીવાર લંચ અને ડિનર ડેટ પર સ્પોટ થતાં હતા. તેનાથી તેમના ડેટિંગની ખબરો શરૂ થઈ હતી. અર્જુનના ૩૪મા બર્થ ડે પર કોઝી તસવીર શેર કરી સંબંધોને ઓફિશિયલ કર્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અર્જુન કપૂર ફિલ્મ ‘મેરે હસબંડ કી બીવી’માં ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહ સાથે દેખાશે. આ સિવાય તે ફિલ્મ ‘કનેડા’માં અનુષ્કા શર્મા સાથે સ્ક્રીન શેર કરશે. બીજી તરફ, મલાઈકા અરોરા ઘણા વર્ષથી મોટા પડદાથી દૂર છે અને મુંબઈમાં પોતાનો યોગા સ્ટુડિયો ચલાવે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.