LIC: LIC ના આ 3 ચાઉલ્ડ પ્લાન આપશે ગેરંટીડ રિટર્ન અને ટેક્સ બેનિફિટ, સાથે મળશે પ્રીમિયમ વેવરની ખાસ સુરક્ષા
દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે તેમના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને, તેઓ ઉચ્ચ શિક્ષણ મેળવે અને તેમના લગ્ન પ્રસંગે નાણાકીય મુશ્કેલી ન આવે. જોકે, વર્તમાન સમયમાં શિક્ષણ અને અન્ય જરૂરિયાતોનો ખર્ચ જે ઝડપે વધી રહ્યો છે, તેને ધ્યાનમાં રાખીને સમયસર યોગ્ય જગ્યાએ રોકાણ કરવું ખૂબ જરૂરી બની ગયું છે. ભારતમાં સુરક્ષિત રોકાણની વાત આવે ત્યારે ભારતીય જીવન વીમા નિગમ (LIC) પર લોકોનો સૌથી વધુ ભરોસો રહ્યો છે.

એલઆઈસી પાસે બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે એવા કેટલાક શ્રેષ્ઠ પ્લાન છે, જે ઉત્તમ રિટર્ન આપવાની સાથે કોઈ અણધારી આફત સમયે પણ બાળકના શિક્ષણને અટકવા દેતા નથી. ચાલો એલઆઈસીના ત્રણ સૌથી લોકપ્રિય ચાઈલ્ડ પ્લાન વિશે વિગતવાર જાણીએ.
1. ગેરંટીડ રિટર્ન આપતો ખાસ પ્લાન (LIC Amritbaal)
આ એલઆઈસીની સૌથી નવી અને અત્યંત લોકપ્રિય યોજનાઓમાંથી એક છે. તે ખાસ કરીને બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે મોટું ફંડ તૈયાર કરવાના હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે:
વયમર્યાદા: 30 દિવસના બાળકથી લઈને 13 વર્ષ સુધીના બાળકો માટે આ પોલિસી લઈ શકાય છે.
ગેરંટીડ બોનસ: આ પ્લાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં રિટર્નની સંપૂર્ણ ગેરંટી મળે છે. દર વર્ષે પ્રતિ હજાર સમ એશ્યોર્ડ પર ₹80 નું પક્કું બોનસ ઉમેરાય છે.
સમયગાળો: રોકાણકારો 10 થી 25 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
જ્યારે બાળક 18 થી 25 વર્ષની ઉંમરે પહોંચશે, ત્યારે તેને એકસાથે મોટી રકમ (Maturity Amount) મળશે, જેથી તેના અભ્યાસનો માર્ગ સરળ બની શકે.
2. સમયાંતરે નાણાં આપતો મની બેક પ્લાન (LIC New Children’s Money Back Plan)
અભ્યાસ દરમિયાન અવારનવાર મોટી રકમની જરૂર પડતી હોય છે. આવા સમયે આ ‘મની બેક’ પ્લાન ખૂબ ઉપયોગી સાબિત થાય છે:
વયમર્યાદા: નવજાત શિશુથી લઈને 12 વર્ષ સુધીના બાળકો માટે આ પ્લાન ઉપલબ્ધ છે.
ચુકવણીનું માળખું: આ પ્લાન હેઠળ જ્યારે બાળક 18, 20 અને 22 વર્ષનું થાય છે, ત્યારે દરેક વખતે કુલ સમ એશ્યોર્ડના 20-20% નાણાં પરત મળી જાય છે.
મચ્યોરિટી: બાળક 25 વર્ષનું થાય ત્યારે પોલિસી પાકે છે. તે સમયે બાકી રહેલા 40% નાણાં અને ઉમેરાયેલું તમામ બોનસ એકસાથે મળી જાય છે.
3. તમારી જરૂરિયાત મુજબનો ફ્લેક્સિબલ પ્લાન (LIC Jeevan Tarun)
આ પ્લાન 90 દિવસના શિશુથી લઈને 12 વર્ષ સુધીના બાળકો માટે છે. તેની સૌથી મોટી ખાસિયત તેની ફ્લેક્સિબિલિટી (લવચીકતા) છે.
માતા-પિતા તેમની જરૂરિયાત મુજબ નક્કી કરી શકે છે કે જ્યારે બાળક 20 થી 24 વર્ષનું થાય, ત્યારે તેમને દર વર્ષે મની બેક તરીકે કેટલી રકમ જોઈએ છે. આ માટે 0%, 5%, 10% અથવા 15% નો વિકલ્પ પસંદ કરી શકાય છે. ત્યારબાદ 25મા વર્ષે પોલિસી પૂર્ણ થતાં બાકીની તમામ રકમ મચ્યોરિટી તરીકે બાળકને ચૂકવવામાં આવે છે.

પ્રીમિયમ વેવર રાઈડર (PWB) અને ટેક્સ લાભો
બાળકો માટે એલઆઈસીનો કોઈપણ પ્લાન લેતી વખતે ‘પ્રીમિયમ વેવર બેનિફિટ’ (PWB Rider) ચોક્કસ ઉમેરવો જોઈએ. જો પોલિસી દરમિયાન માતા-પિતા સાથે કોઈ અણબનાવ કે અકસ્માત બને, તો આ રાઈડરના કારણે પોલિસી બંધ થતી નથી. આગળના તમામ પ્રીમિયમ એલઆઈસી પોતે ભરે છે અને બાળકને નક્કી કરેલા સમયે સંપૂર્ણ રકમ મળે છે.
