Instagram: જૂની ફીડ પોસ્ટ કે રીલ્સનું મ્યુઝિક કેવી રીતે બદલવું? જાણો સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ (Instagram) પોતાના યુઝર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે સતત નવા-નવા અદ્યતન ફીચર્સ લાવતું રહે છે. તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામના હેડ દ્વારા ક્રિએટર્સ માટે એક અત્યંત ઉપયોગી ફીચરનું અનાવરણ કરવામાં આવ્યું છે. હવે યુઝર્સ પોતાની પહેલાથી જ પબ્લિશ થઈ ગયેલી ફીડ પોસ્ટ કે રીલ્સનું મ્યુઝિક સરળતાથી બદલી શકશે.
અત્યાર સુધી જો કોઈ પોસ્ટમાં ખોટું કે કોપીરાઈટ વાળું સોન્ગ વાગી ગયું હોય, તો ગ્રાહકો કે ક્રિએટર્સ પાસે તે પોસ્ટને ડિલીટ કરીને ફરીથી રી-અપલોડ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. પરંતુ હવે ઈન્સ્ટાગ્રામના નવા ‘રિપ્લેસ ઓડિયો’ (Replace Audio) ટૂલ દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી ગયો છે.

ક્રિએટર્સને મળશે રીચ (Reach) અને વ્યુઝ ઘટવાનો મોટો ફાયદો
જ્યારે કોઈ ક્રિએટર જૂની પોસ્ટ ડિલીટ કરીને ફરીથી અપલોડ કરે છે, ત્યારે તે પોસ્ટના વ્યુઝ, લાઈક્સ અને ઓર્ગેનિક રીચ બધું જ જતું રહે છે. ઈન્સ્ટાગ્રામનું આ નવું ફીચર સંપૂર્ણપણે ક્રિએટર-ફોકસ છે:
રીચ જળવાઈ રહેશે: પોસ્ટનું મ્યુઝિક બદલવા માટે હવે પોસ્ટ ડિલીટ કરવી નહીં પડે, જેના કારણે તેના પર પહેલાથી આવેલા વ્યુઝ અને લાઈક્સ એમ જ જળવાઈ રહેશે.
ટ્રેન્ડિંગ મ્યુઝિકનો લાભ: ક્રિએટર્સ પોતાની જૂની હિટ પોસ્ટમાં અત્યારનું નવું ટ્રેન્ડિંગ મ્યુઝિક ઉમેરીને તેને ફરીથી વાયરલ કરી શકશે.
કોપીરાઈટ ક્લેમથી બચાવ: જો કોઈ જૂના ઓડિયો પર કોપીરાઈટ આવે કે અવાજ મ્યુટ થઈ જાય, તો ક્રિએટર્સ તરત જ નવો ઓડિયો રિપ્લેસ કરી શકશે.
‘રિપ્લેસ ઓડિયો ટૂલ’ કેવી રીતે કામ કરશે? Step-by-Step ગાઈડ
જો તમે પણ તમારી કોઈ જૂની પોસ્ટનું સોન્ગ કે ઓડિયો બદલવા માંગો છો, તો નીચે મુજબના સરળ સ્ટેપ્સ અનુસરો:
૧. સૌપ્રથમ તમારા સ્માર્ટફોનમાં Instagram App ઓપન કરો.
૨. તમારી પ્રોફાઈલ ફીડમાં જઈને જે પોસ્ટનો ઓડિયો બદલવો હોય તેને ઓપન કરો.
૩. પોસ્ટના ઉપરના ખૂણામાં આપેલા થ્રી-ડોટ્સ (Three-Dots) અથવા લાઈન પર ટેપ કરો.
૪. ત્યાં મળેલા વિકલ્પોમાંથી ‘Edit’ (એડિટ) ઓપ્શન પર ક્લિક કરો.
૫. એડિટ સેક્શનમાં તમને ‘Replace Audio’ નો નવો ઓપ્શન જોવા મળશે.
૬. ત્યાંથી તમારી પસંદગીનું નવું ગીત કે ઓડિયો સિલેક્ટ કરો અને Save પર ટેપ કરી દો.
૭. આટલું કરતા જ જૂની પોસ્ટ પર નવું મ્યુઝિક સેટ થઈ જશે!

પ્રોફાઈલ ગ્રીડ રિઓર્ડર (Grid Reorder) ફીચર પણ ધૂમ મચાવી રહ્યું છે
ઈન્સ્ટાગ્રામ દ્વારા આ પહેલા યુઝર્સના પ્રોફાઈલ લુકને બહેતર બનાવવા માટે ‘Reorder Grid’ ફીચર પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચર દ્વારા યુઝર્સ પોતાની પ્રોફાઈલની ગ્રીડમાં દેખાતી જૂની-નવી પોસ્ટને પોતાની પસંદગી મુજબ આગળ-પાછળ ગોઠવી શકે છે.
આ ફીચરનો મોટો ફાયદો એ છે કે પોસ્ટની મૂળ અપલોડ તારીખ (Original Upload Date) બદલાતી નથી. ગ્રીડનો લુક બદલવા માટે યુઝર્સે માત્ર પોતાની પોસ્ટ પર થોડીવાર હોલ્ડ (પ્રેસ) કરી રાખવાનું રહે છે અને ત્યારબાદ ડ્રેગ કરીને પોતાની મનપસંદ જગ્યાએ સેટ કરી શકાય છે.
