પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. લોકપ્રિય વીડિયોમાં હાનિયા તેના મિત્રો સાથે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ના ગીત પર ડાન્સ કરતી જાેવા મળે છે. હાનિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, હાનિયાએ શનિવારે તેના નાઈટ આઉટનો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેના મિત્રો સાથે એન્જાેય કરતી જાેવા મળી હતી.હાનિયાની પાર્ટીની એક તસવીર શેર કરી, જેમાં તેના મિત્રો સિંગર યશલ શાહિદ, આસીર વજાહત, નાયલ વજાહત અને અન્ય ઘણા લોકો પણ તેની સાથે જાેવા મળી રહ્યા છે.
આ સિવાય અભિનેત્રીએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે તેના મિત્રો સાથે શાહરૂખ ખાનની ફિલ્મ જવાનના ગીત ચલેયા પર ડાન્સ કરી રહી છે. વીડિયોમાં તેની સાથે તેના મિત્રો પણ જાેવા મળી રહ્યા છે. આ દરમિયાન હાનિયાએ સફેદ ટોપ અને પિંક પાયજામા પહેર્યો છે.હાનિયા આમિરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.
એક પ્રશંસકે કોમેન્ટ સેક્શનમાં લખ્યું – તમારા ચહેરા પરનું સ્મિત જ બધું છે. અલ્લાહ તમને ખરાબ નજરથી બચાવે અને તમારું રક્ષણ કરે. અન્ય એક પ્રશંસકે લખ્યું- ‘તમે હંમેશા હસતા રહો.’ ત્રીજા યુઝરે લખ્યું- ‘તમારો ડાન્સ જબરદસ્ત હતો. અન્ય એક ફેને કહ્યું- અમે તમને શાહરૂખ સાથે ફિલ્મમાં જાેવા માંગીએ છીએ.
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે હાનિયાએ ખુલાસો કર્યો છે કે તે શાહરૂખ ખાનની ફેન છે. આ પહેલા પણ તેણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે કિંગ ખાનનો સિગ્નેચર પોઝ આપતી જાેવા મળી હતી.