Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»JIOની ધમાકેદાર ઓફર: આ ચાર પ્રીપેડ પ્લાન્સમાં મળશે 20GB સુધી ફ્રી ડેટા અને Google Gemini Pro
    Technology

    JIOની ધમાકેદાર ઓફર: આ ચાર પ્રીપેડ પ્લાન્સમાં મળશે 20GB સુધી ફ્રી ડેટા અને Google Gemini Pro

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJuly 9, 2026No Comments4 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Reliance Jio Recharge Plan:
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    JIO: જીઓ યૂઝર્સનું આવી બન્યું! આ સસ્તા પ્લાન્સમાં એક્સ્ટ્રા ડેટા સાથે મળશે હોટસ્ટાર અને ક્લાઉડ સ્ટોરેજ

    જો તમે રિલાયન્સ જીઓ (Reliance Jio) ના ગ્રાહક છો અને તમારી સીમકાર્ડ વાપરો છો, તો આગામી સમયમાં નવું રિચાર્જ કરાવતા પહેલા આ ખાસ પ્લાન્સ વિશે ચોક્કસ જાણી લો. જીઓ દ્વારા પોતાના યૂઝર્સ માટે કેટલાક શાનદાર પ્રીપેડ પ્લાન્સ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ગ્રાહકોને કોઈ પણ વધારાના ચાર્જ વિના ૨૦ જીબી (GB) સુધીનો મફત ડેટા (Free Extra Data) આપવામાં આવી રહ્યો છે.

    આ પ્લાન્સની યાદીમાં ગ્રાહકોને ઓછામાં ઓછો ૫ જીબી અને વધુમાં વધુ ૨૦ જીબી એક્સ્ટ્રા હાઈ-સ્પીડ ડેટા મળે છે. આ ઓફર્સ ધરાવતા પ્લાન્સની કિંમત ₹૪૫૯ થી શરૂ થઈને ₹૮૯૯ સુધી જાય છે. આ પ્લાન્સમાં માત્ર ડેટા જ નહીં, પરંતુ પ્રીમિયમ એપ્સના સબ્સ્ક્રિપ્શન સહિત અનેક ગણી કિંમતના ફાયદા પણ સામેલ છે. ચાલો આ તમામ પ્લાન્સની વિગતો અને તેના દૈનિક ખર્ચ વિશે વિગતવાર સમજીએ.

    ૧. જીઓ ₹૪૫૯ પ્લાન (Jio ₹459 Plan)

    આ પ્લાન એવા યૂઝર્સ માટે બેસ્ટ છે જેમને દરરોજ વધુ ડેટાની જરૂર હોય છે. આ પ્લાનની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:

    • ડેટા અને વેલિડિટી: આ પ્લાન ૨૮ દિવસની વેલિડિટી (Validty) સાથે આવે છે. આમાં દરરોજ ૨ જીબી હાઈ-સ્પીડ ડેટા તો મળે જ છે, સાથે ૫ જીબી એક્સ્ટ્રા ડેટા પણ બિલકુલ ફ્રી આપવામાં આવે છે.

    • અન્ય સુવિધાઓ: પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કોલિંગ અને દરરોજ ૧૦૦ એસએમએસ (SMS) નો લાભ મળે છે.

    • વધારાના બેનિફિટ્સ: આ પ્લાન લેનારા ગ્રાહકોને ₹૩૫,૧૦૦ ની કિંમતનું ‘ગુગલ જેમિની પ્રો’ (Google Gemini Pro) નું પ્રીમિયમ એક્સેસ, ૫,૦૦૦ જીબી ક્લાઉડ સ્ટોરેજ અને જીઓ હોટસ્ટાર (Jio Hotstar) મોબાઈલનું મફત સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

    • દૈનિક ખર્ચ: જો આ પ્લાનના રોજિંદા ખર્ચની ગણતરી કરવામાં આવે તો તે અંદાજે ₹૧૬.૩૯ પ્રતિ દિવસ પડે છે.

    ૨. જીઓ ₹૪૯૫ પ્લાન (Jio ₹495 Plan)

    જે ગ્રાહકોને ડેટાની સાથે ગેમિંગ અને સ્પોર્ટ્સમાં વધુ રસ છે, તેમના માટે આ પ્લાન ખૂબ જ આકર્ષક છે:

    • ડેટા અને કોલિંગ: ૨૮ દિવસની માન્યતા ધરાવતા આ પ્લાનમાં રોજનો ૧.૫ જીબી ડેટા અને ૫ જીબી એક્સ્ટ્રા બોનસ ડેટા મળે છે. સાથે જ અનલિમિટેડ કોલિંગ અને ડેઇલી ૧૦૦ એસએમએસની સુવિધા સામેલ છે.

    • પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન: આ પ્લાન સાથે ગ્રાહકોને JioGames Cloud અને FanCode નું ૨૮ દિવસનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળે છે, જેનાથી યૂઝર્સ ૫૦૦ થી વધુ પ્રીમિયમ ગેમ્સ રમી શકે છે. આ ઉપરાંત આમાં પણ ₹૩૫,૧૦૦ ની કિંમતના ગુગલ જેમિની પ્રોનો સપોર્ટ ઉપલબ્ધ છે.

    • દૈનિક ખર્ચ: આ પ્લાન વાપરવાનો રોજનો અંદાજિત ખર્ચ ₹૧૭.૬૮ થાય છે.

    Jio Recharge Plan

    ૩. જીઓ ₹૭૪૯ પ્લાન (Jio ₹749 Plan)

    જો તમે વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ ઈચ્છો છો, તો મધ્યમ ગાળાની વેલિડિટી વાળો આ પ્લાન તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે:

    • બમ્પર ડેટા: આ પ્લાન કુલ ૭૨ દિવસની લાંબી વેલિડિટી સાથે આવે છે. આમાં રોજનો ૨ જીબી ડેટા તો ફિક્સ મળે જ છે, પરંતુ તેની સાથે કંપની ૨૦ જીબી એક્સ્ટ્રા ડેટા પણ ગિફ્ટ તરીકે આપે છે.

    • મનોરંજન અને સ્ટોરેજ: આ પ્લાન સાથે ગ્રાહકોને ૩ મહિના (ત્રણ મહિના) માટે જીઓ હોટસ્ટાર મોબાઈલનું સબ્સ્ક્રિપ્શન, ૫૦ જીબી ફ્રી જીઓ ક્લાઉડ સ્ટોરેજ અને ગુગલ જેમિની પ્રોનું એક્સેસ મળે છે. અલબત્ત, અનલિમિટેડ કોલિંગ અને રોજ ૧૦૦ એસએમએસ તો ખરા જ.

    • દૈનિક ખર્ચ: લાંબી વેલિડિટીના કારણે આ પ્લાન ખૂબ જ સસ્તો પડે છે. આનો રોજનો ખર્ચ માત્ર ₹૧૦.૪૦ જેટલો જ આવે છે.

    ૪. જીઓ ₹૮૯૯ પ્લાન (Jio ₹899 Plan)

    લાંબી વેલિડિટી અને મહત્તમ ફાયદા મેળવવા માંગતા યૂઝર્સ માટે આ જીઓનો સૌથી લોકપ્રિય પ્રીપેડ પ્લાન છે:

    • મેગા બેનિફિટ્સ: આ પ્લાન પૂરા ૯૦ દિવસની (૩ મહિના) શાનદાર વેલિડિટી સાથે આવે છે. આમાં દરરોજ ૨ જીબી હાઈ-સ્પીડ ડેટાની સાથે ૨૦ જીબી વધારાનો (Extra) ડેટા પણ મળે છે.

    • અન્ય લાભો: ગ્રાહકોને ભારતભરમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને રોજ ૧૦૦ એસએમએસની સુવિધા મળે છે. મનોરંજન માટે ૩ મહિના સુધી જીઓ હોટસ્ટાર મોબાઈલ એપનું એક્સેસ, ૫૦ જીબી ક્લાઉડ સ્ટોરેજ અને ગુગલ જેમિની પ્રો ફ્રી મળે છે.

    • દૈનિક ખર્ચ: તમામ પ્લાન્સની સરખામણીએ આ પ્લાન સૌથી વધુ આર્થિક ફાયદાકારક છે, કારણ કે આનો રોજનો એવરેજ ખર્ચ માત્ર ₹૯.૯૯ (અંદાજે ₹૧૦) થાય છે.

    Jio
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      WhatsApp Phone Number Change Guide: વગર કોઈ ડેટા લોસે નવો નંબર કેવી રીતે લિંક કરવો?

      October 3, 2026

      Gmail Spam Filter Setting: હવે ઇનબોક્સમાં જ આવશે જરૂરી મેઇલ અને OTP, કરો આ સેટિંગ્સ

      October 3, 2026

      વ્હોટ્સએપે ટીન અકાઉન્ટ્સ માટે રજૂ કર્યા નવા પેરેન્ટલ કંટ્રોલ્સ: જાણી લો ફીચર્સ અને ખાસિયતો!

      October 1, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.