૧૪ દિવસની લાંબી રાત બાદ સૂર્યપ્રકાશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવા લાગ્યો છે. એવામાં ચંદ્રયાન-૩ (Chandrayaan-3) નું લેન્ડર અને રોવર જાગી જવાની આશા છે.ISRO લેન્ડર અને રોવર બંનેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચંદ્રયાન-૩નું પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર હાલમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હાજર છે, જ્યાં હવે સૂર્યના કિરણો પહોંચી રહ્યા છે. એવામાં બંનેના ચાર્જ થવાની આશા છે. તેના મિશનને આગળ વધારવા માટે, ISRO વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંચાર પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ISRO આ કરવામાં સફળ થાય છે તો તેને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી મોટી સફળતા ગણવામાં આવશે.
ISRO એ ટિ્વટર પર પોસ્ટ કર્યું કે ચંદ્રયાન-૩ મિશન:વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંચાર સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે જેથી તેમની જાગવાની સ્થિતિ વિશે જાણી શકાય. હાલમાં તેમના તરફથી કોઈ સંકેત મળ્યા નથી. સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ રહેશે. લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન, જેમણે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ પછી દરેક પાસાઓમાં પોતાનું કામ સારી રીતે પૂર્ણ કર્યું છે, તેઓ છેલ્લા ૧૫ દિવસથી સ્લીપ મોડમાં છે અને જાે તે બંને સૂર્યપ્રકાશ સાથે ફરીથી સક્રિય થશે, તો ISRO સરેરાશ ડેટાને વટાવી જશે અને ડેટાની ચોકસાઈ કરી શકાશે અને આ એક પ્રકારનું બોનસ હશે. જાેકે ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-૩ પાસેથી ડેટાની ચોકસાઈની અપેક્ષા રાખી રહ્યા છે. એટલે કે પહેલા જે ડેટા મળ્યો હતો તે જ ડેટા ફરીથી મળવા લાગશે. બંનેની સમીક્ષાથી ખબર પડશે કે કોણ વધુ સચોટ છે. વૈજ્ઞાનિકો પાસે જેટલો વધુ સચોટ ડેટા હશે, તેમના માટે ભવિષ્યના પરીક્ષણો કરવા તેટલું સરળ બનશે.
