પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો દુરુપયોગ કરીને કાશ્મીર રાગ આલાપવાનું બંધ નથી કરતું. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૮માં સત્રને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન અનવારુલ હક કાકરે ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો. તેમણે સંયુક્ત રાષ્ટ્રને કાશ્મીર પર ઠરાવ પસાર કરવા અને ત્યાં સૈન્ય હસ્તક્ષેપની માંગણી કરી. ભારતે શનિવારે આનો યોગ્ય જવાબ આપ્યો.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી પંખુડી ગેહલોતે પાકિસ્તાનને સંભળાવતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે, પાકિસ્તાનને અમારી આંતરિક બાબતોમાં બોલવાનો કોઈ અધિકાર નથી. જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરીને પંતુલ ગેહલોતે કહ્યું, “જ્યારે પાકિસ્તાન બીજાના આંતરિક મામલામાં ડોકિયું કરી રહ્યું છે, ત્યારે તેણે પહેલા પોતાના દેશમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનને જાેવું જાેઈએ અને તેને તાત્કાલિક બંધ કરવું જાેઈએ.”
પાકિસ્તાનને અરીસો બતાવતા પંખુડી ગેહલોતે કહ્યું કે તમારે મુંબઈ હુમલાના આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવી જાેઈએ જેમના પીડિતો ૧૫ વર્ષ પછી પણ ન્યાયની રાહ જાેઈ રહ્યા છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોનો ગઢ છે. તેણે પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનાવી દીધું છે. વિશ્વમાં સૌથી ખરાબ માનવાધિકાર ઉલ્લંઘનના પાકિસ્તાનના રેકોર્ડ વિશે વાત કરતાં ગેહલોતે કહ્યું, “વિશ્વની સૌથી મોટી લોકશાહી પર આંગળી ઉઠાવવાનો કોઈને અધિકાર નથી. પાકિસ્તાન યુએન ફોરમનો દુરુપયોગ કરવા ટેવાયેલું છે. તે ભારત વિરૂદ્ધ આ વૈશ્વિક મંચનોવારંવાર દુરુપયોગ કરે છે. ભારત પર વારંવાર પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવે છે જેથી કરીને વિશ્વ પાકિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકારના ભંગને જાેઈ ન જાય. આ મામલે પાકિસ્તાનનો રેકોર્ડ ખૂબ જ નબળો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાનનો માનવ અધિકારનો રેકોર્ડ વિશ્વમાં સૌથી ખરાબ છે. ખાસ કરીને લઘુમતી અને મહિલાઓ પર થતા અત્યાચારના મામલામાં. પાકિસ્તાને પહેલા પોતાની આંતરિક સ્થિતિ સુધારવી જાેઈએ.
તેણે આ વર્ષે ઓગસ્ટમાં પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના જરાનવાલામાં ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. ગેહલોતે જણાવ્યું કે કુલ ૧૯ ચર્ચ પર હુમલો કરવામાં આવ્યો હતો અને ૮૯ ખ્રિસ્તી ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. પાકિસ્તાનમાં અહમદિયા સમુદાયના લોકો સામે આવો જ ગુનો કરવામાં આવે છે, જેમના પૂજા સ્થાનો પાકિસ્તાનમાં તોડી પાડવામાં આવે છે. પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ, શીખ અને ખ્રિસ્તી મહિલાઓની હાલત દુનિયામાં સૌથી ખરાબ છે. ખુદ પાકિસ્તાનના માનવાધિકાર પંચના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં દર વર્ષે લઘુમતી સમુદાયની લગભગ ૧૦૦૦ મહિલાઓનું અપહરણ કરવામાં આવે છે અને બળજબરીથી ધર્મપરિવર્તન કરીને લગ્ન કરવામાં આવે છે.
ભારતે દક્ષિણ એશિયામાં શાંતિ માટે પાકિસ્તાનને ત્રણ સલાહ આપી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાન સરહદ પારથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ તાત્કાલિક બંધ કરે. વિલંબ કર્યા વિના આતંકવાદી ઠેકાણાઓ બંધ કરો. જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ (ર્ઁદ્ભ) ના વિસ્તારોને તાત્કાલિક ખાલી કરો કે જેના પર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજાે કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં લઘુમતીઓ સામે માનવાધિકારનું ઉલ્લંઘન તાત્કાલિક બંધ થવું જાેઈએ.
