Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»૧૩ ઓક્ટોબરે ફિલ્મ ટિકિટની કિંમત માત્ર ૯૯ આ વર્ષે રાષ્ટ્રીય સિનેમા દિવસ ૧૩મી ઓક્ટોબરે ઉજવાશે
    Entertainment

    ૧૩ ઓક્ટોબરે ફિલ્મ ટિકિટની કિંમત માત્ર ૯૯ આ વર્ષે રાષ્ટ્રીય સિનેમા દિવસ ૧૩મી ઓક્ટોબરે ઉજવાશે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગત વર્ષે ભારતમાં ૨૩ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીનો અર્થ એ છે કે આ દિવસે સિનેમાની ટિકિટ સસ્તી કરવામાં આવે છે. જેથી વધુને વધુ લોકો ફિલ્મો જાેઈ શકે. ગયા વર્ષે આ ઇવેન્ટ ખૂબ જ સફળ રહી હતી. દેશભરના થિયેટરોમાં બતાવવામાં આવેલી તમામ ફિલ્મોની ટિકિટ ૭૫ રૂપિયામાં વેચાઈ હતી. તે દિવસોમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મ થિયેટરમાં ચાલી રહી હતી. રાષ્ટ્રીય સિનેમા દિવસના દિવસે આ ફિલ્મની કમાણીમાં ૨૩૯%નો ઉછાળો આવ્યો હતો.

    ગયા વર્ષે ૨૩ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવ્યો હતો પરંતુ આ વખતે મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (MAI) દેશભરના તમામ થિયેટરોમાં ૧૩ ઓક્ટોબરને રાષ્ટ્રીય સિનેમા દિવસ તરીકે ઉજવશે. આ દિવસે પ્રતિ ફિલ્મ ટિકિટની કિંમત માત્ર ૯૯ રૂપિયા હશે. આ વર્ષે રાષ્ટ્રીય સિનેમા દિવસ ૪,૦૦૦ થી વધુ સ્ક્રીન્સ પર ઉજવવામાં આવશે. સવારે ૬ વાગ્યાથી ફિલ્મના શો શરૂ થશે. આ વર્ષે પણ મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા ફરી એકવાર આ ઓફર લઈને આવ્યું છે. રાષ્ટ્રીય સિનેમા દિવસ ૧૩ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ ઉજવવામાં આવશે. એક દિવસ માટે દેશભરની તમામ ફિલ્મોની ટિકિટના ભાવ ઘટીને માત્ર ૯૯ રૂપિયા થઈ જશે. જવાન હોય કે ગદર ૨ હોય કે નવી રિલીઝ થયેલી ફિલ્મો, દર્શકો હવે ૧૦૦ રૂપિયાથી ઓછી કિંમતમાં કોઈપણ ફિલ્મ જાેઈ શકશે.

    MAI દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત થિયેટર માટે સિનેપ્રેમીઓ પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કરવાનો એક માર્ગ છે. આ દિવસે તમે ૯૯ રૂપિયામાં કોઈપણ ફિલ્મ જાેઈ શકો છો. જાે કે, આ કિંમત ૈંસ્છઠ અથવા ૪ડ્ઢઠ જેવી પ્રીમિયમ ટિકિટ પર લાગુ થશે નહીં.
    સિનેમાના આ ફેસ્ટિવલમાં ૪૦૦૦ સ્ક્રીનનો સમાવેશ થાય છે. તેમાંPVR Inox, Cinepolis, Mirage, CityPride, Asian, Mukta A2, Movie Time, Wave, M3K અને Dlight સહિત ઘણા મલ્ટિપ્લેક્સ અને થિયેટરોનો સમાવેશ થાય છે.

    વર્ષ ૨૦૨૨માં મલ્ટીપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાની આ ઓફરે થિયેટરોની બહાર લોકોની ભીડ ઉભી કરી હતી. આનો ફાયદો ફિલ્મોને પણ થયો. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્રને નેશનલ સિનેમા ડેનો સૌથી વધુ ફાયદો મળ્યો અને ફિલ્મનો બિઝનેસ વધ્યો. ૨૨ સપ્ટેમ્બરે રણબીર-આલિયા સ્ટારર આ ફિલ્મે માત્ર ૩.૧૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી પરંતુ ૨૩ સપ્ટેમ્બરે ફિલ્મની કમાણી ૧૦.૮૦ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જે ૨૩૯.૬૨%નો જંગી ઉછાળો હતો. ટિકિટ ડિસ્કાઉન્ટ સ્કીમને આટલી હિટ બનતી જાેઈને થિયેટરોએ આખા અઠવાડિયા માટે ટિકિટના ભાવ ઓછા રાખવાનો ર્નિણય કર્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.