Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»નયનતારાએ હાલમાં જ ફિલ્મ જવાનમાં કામ કર્યું હતું જવાનમાં ‘સાઇડલાઇન’ થવા પર ફિલ્મ ડાયરેક્ટરથી નારાજ થઈ નયનતારા
    Entertainment

    નયનતારાએ હાલમાં જ ફિલ્મ જવાનમાં કામ કર્યું હતું જવાનમાં ‘સાઇડલાઇન’ થવા પર ફિલ્મ ડાયરેક્ટરથી નારાજ થઈ નયનતારા

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સાઉથની અભિનેત્રી નયનતારાએ હાલમાં જ ફિલ્મ જવાનમાં કામ કર્યું હતું. આ દરમિયાન તે લીડ રોલમાં જાેવા મળી હતી. નયનતારાએ પ્રથમ વખત સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાથે અભિનય કર્યો હતો અને તેની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મ સફળ પણ રહી હતી અને ચાહકોને ખૂબ પસંદ આવી હતી.પરંતુ પછી એવું શું થયું કે નયનતારા ફિલ્મના ડાયરેક્ટર એટલીથી નાખુશ છે. નવીનતમ અહેવાલો અનુસાર, નયનતારાને ફિલ્મમાં તેના પાત્રની લેંથ સામે વાંધો છે. અહેવાલો અનુસાર, નયનતારાનું માનવું છે કે આ ફિલ્મમાં તેની મુખ્ય ભૂમિકા હતી પરંતુ તેમ છતાં તેનો રોલ દીપિકા પાદુકોણના રોલ કરતા ઓછો જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં દીપિકા કેમિયો રોલમાં હતી પરંતુ તેનો રોલ મોટો હોવાનું જણાય છે. નયનતારા આનાથી નાખુશ છે અને નજીકના ભવિષ્યમાં બોલિવૂડની કોઈ ફિલ્મ સાઈન કરવા માંગતી નથી.

    તમને જણાવી દઈએ કે નયનતારા દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને સૂત્રોના હવાલાથી જ આ વાત સામે આવી છે. કારણ કે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ જવાન ફિલ્મ ડાયરેક્ટર એટલીના જન્મદિવસ પર નયનતારાએ તેમને શુભેચ્છા પાઠવી હતી અને તેમની પ્રશંસા પણ કરી હતી. તેથી, બાબત ગમે તે હોય, ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હશે કે નયનતારા અને એટલા વચ્ચેનો તણાવ બહુ ગંભીર નથી.

    જાે કે આ બધાની વચ્ચે નયનતારા આગામી બોલિવુડ ફિલ્મો કરશે કે કેમ એ તો આવનારા સમયમાં જ ખબર પડશે પણ એ પહેલા અનેક ચર્ચાઓના કારણે અભિનેત્રીના ફેન્સ ચિંતીત છે. ફિલ્મ જવાન વિશે વાત કરીએ તો, આ ફિલ્મે અજાયબીઓ કરી છે અને રૂ. ૫૦૦ કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી હિન્દી ફિલ્મ બની છે. આ ફિલ્મ વિશ્વભરમાં પણ ઘણી કમાણી કરી રહી છે અને ટૂંક સમયમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે. હવે જાેવાનું એ રહે છે કે ફિલ્મ કેટલી ઝડપથી આ સ્થાને પહોંચે છે. જવાન સાથે શાહરૂખ ખાનની બે ફિલ્મોએ ૫૦૦ કરોડની કમાણી કરી છે. તેની ફિલ્મ ડંકી પણ આ વર્ષે રિલીઝ થવાની છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Shweta Tiwari : શ્વેતા તિવારીએ પલકને બચાવવા માટે રાજા ચૌધરી સાથે કરી હતી ખાસ ડીલ

    June 30, 2025

    Ram Kapoor વિરુદ્ધ કાર્યવાહી: અપશબ્દ અને યૌન ટિપ્પણીઓનો વિવાદ

    June 24, 2025

    Sohail Khan and Seema Sajdeh Divorce: સોહેલ ખાન અને સીમા સજદેહના છૂટાછેડા કેમ થયા?

    June 24, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.