Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Technology»Elon Musk: ભારતનો સ્ટારલિંકને મોટો ઝટકો: રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર સેટેલાઇટ ઈન્ટરનેટ સેવાની મંજૂરી અટકાવાઈ
    Technology

    Elon Musk: ભારતનો સ્ટારલિંકને મોટો ઝટકો: રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર સેટેલાઇટ ઈન્ટરનેટ સેવાની મંજૂરી અટકાવાઈ

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarJune 10, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Elon Musk: એલોન મસ્કના સ્ટારલિંક પ્રોજેક્ટ પર ભારતની લાલ આંખ, જાણો શું છે મામલો

    ભારત સરકાર દ્વારા એલોન મસ્ક સંચાલિત ‘સ્ટારલિંક’ (Starlink) ને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. સરકારે દેશમાં સ્ટારલિંકની સેટેલાઇટ ઈન્ટરનેટ સેવા શરૂ કરવાની મંજૂરી પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે, હાલના તબક્કે સ્ટારલિંક ભારતમાં પોતાની વ્યાપારી કામગીરી શરૂ કરી શકશે નહીં. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઈરાન યુદ્ધ દરમિયાન સ્ટારલિંકના સેટેલાઇટ ટર્મિનલ્સના ઉપયોગને લઈને ઉભી થયેલી સુરક્ષા સંબંધી ચિંતાઓ છે.

    સુરક્ષા એજન્સીઓની આકરી સલાહ

    ભારતની સુરક્ષા એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી સલાહ બાદ સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્ટારલિંક લાંબા સમયથી ભારતમાં પોતાની સેટેલાઇટ ઈન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટે કવાયત કરી રહી હતી. કંપનીને આ માટે કામચલાઉ લાયસન્સ પણ મળી ગયું હતું અને તેણે ટ્રાયલ પણ પૂર્ણ કરી લીધા હતા. જોકે, આ સેવાને અંતિમ મંજૂરી મળે તે પહેલાં જ ઈરાન-સંબંધિત ઘટનાક્રમે સરકારની ચિંતા વધારી દીધી છે.

    ઈરાનમાં સ્ટારલિંક પાસે કોઈ અધિકૃત લાયસન્સ નથી, તેમ છતાં ત્યાં કંપનીના સેટેલાઇટ ટર્મિનલ્સનો ઉપયોગ થતો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાક્રમે ભારત સરકારને વિચારતી કરી દીધી છે કે ભવિષ્યમાં જો કોઈ ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવ સર્જાય, તો અમેરિકાની આ કંપની પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે. રાષ્ટ્રીય સુરક્ષાને સર્વોપરી રાખીને સરકારે હવે આ મામલે કડક વલણ અપનાવ્યું છે.

    સરકારની કડકાઈ અને ડેટા સુરક્ષાનો મુદ્દો

    ઈરાન યુદ્ધ બાદ ભારત સરકારે સેટેલાઇટ કોમ્યુનિકેશન ક્ષેત્રે સુરક્ષાના માપદંડો વધુ કડક કર્યા છે. માત્ર સ્ટારલિંક જ નહીં, પરંતુ જીઓ (Jio) અને એરટેલ (Airtel) જેવી દેશી કંપનીઓ પણ હવે આ મામલે કડક દેખરેખ હેઠળ છે. સ્ટારલિંક દ્વારા સરકારને એફિડેવિટ (સોગંદનામું) આપીને ખાતરી આપવામાં આવી છે કે તેઓ ડેટા સ્ટોરેજ અને સિક્યોરિટીના તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે, પરંતુ હાલના તબક્કે સરકાર કોઈ પણ જોખમ લેવા તૈયાર નથી.

    સ્પેસએક્સના IPO પર અસરની શક્યતા

    આ નિર્ણય માત્ર સ્ટારલિંક માટે જ નહીં, પરંતુ તેની મૂળ કંપની ‘સ્પેસએક્સ’ (SpaceX) માટે પણ મોટો આંચકો છે. સ્પેસએક્સ હાલમાં તેના આઈપીઓ (IPO) ની તૈયારીઓમાં વ્યસ્ત છે અને ૧૨ જૂનના રોજ નેસ્ડેક (Nasdaq) પર તેની લિસ્ટિંગ નિર્ધારિત છે. ભારત જેવા વિશાળ માર્કેટમાં મંજૂરી ન મળવી એ કંપનીના ગ્લોબલ એક્સપેન્શનના સપના પર પાણી ફેરવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચીને પણ સ્ટારલિંકને મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો. સ્પેસએક્સની કમાણીમાં સ્ટારલિંકનો હિસ્સો સૌથી મોટો છે, તેથી ભારતનો આ નિર્ણય કંપનીના વેલ્યુએશન પર મોટી અસર કરી શકે છે.

    Elon Musk
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      WhatsApp Phone Number Change Guide: વગર કોઈ ડેટા લોસે નવો નંબર કેવી રીતે લિંક કરવો?

      October 3, 2026

      Gmail Spam Filter Setting: હવે ઇનબોક્સમાં જ આવશે જરૂરી મેઇલ અને OTP, કરો આ સેટિંગ્સ

      October 3, 2026

      વ્હોટ્સએપે ટીન અકાઉન્ટ્સ માટે રજૂ કર્યા નવા પેરેન્ટલ કંટ્રોલ્સ: જાણી લો ફીચર્સ અને ખાસિયતો!

      October 1, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.