Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»આરટીઆઈના જવાબમાં રેવેએ માહિતી આપી બાળકો માટેના નિયમમાં સુધારાથી ૭ વર્ષમાં રેલવેને ૨૮૦૦ કરોડની વધારાની કમાણી
    India

    આરટીઆઈના જવાબમાં રેવેએ માહિતી આપી બાળકો માટેના નિયમમાં સુધારાથી ૭ વર્ષમાં રેલવેને ૨૮૦૦ કરોડની વધારાની કમાણી

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બાળકો માટેના યાત્રાના નિયમોમાં ફેરફાર કરીને સાત વર્ષના સમયગાળામાં જ ભારતીય રેલવેએ ૨૮૦૦ કરોડ રૂપિયાથી વધારાની કમાણી કરી નાખી. એક આરટીઆઈ (આરટીઆઈ) ના જવાબમાં આ માહિતી સામે આવી હતી. સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (સીઆરઆઈએસ) દ્વારા મળેલા એક જવાબમાં જાણકારી મળી કે સુધારેલા માપદંડને લીધે રેલવેને ૨૦૨૨-૨૩ દરમિયાન જ ૫૬૦ કરોડની અધધધ. કમાણી થઈ હતી. આ રીતે આ સૌથી વધુ નફાકારક વર્ષ બની ગયો.

    રેલવે મંત્રાલય હેઠળ આવતું સીઆરઆઈએસટિકિટ અને યાત્રીઓ, માલવહન સેવાઓ, રેલવે યાતાયાત નિયંત્રણ અને સંચાલન જેવા મુખ્ય ક્ષેત્રોમાં આઈટી સમાધાન ઉપલબ્ધ કરાવે છે. રેલવે મંત્રાલયે ૩૧ માર્ચ, ૨૦૧૬ના રોજ જાહેરાત કરી હતી કે રેલવે ૫ થી ૧૨ વર્ષ વચ્ચેની વયના બાળકો માટે જાે કોચમાં અલગ બર્થ કે સીટ જાેઈતી હોય તો આખી ટિકિટનું ભાડું વસૂલ કરશે. આ સુધારેલા માપદંડ ૨૧ એપ્રિલ, ૨૦૧૬થી અમલી થયા હતા.

    અગાઉ રેલવે ૫ થી ૧૨ વર્ષની વચ્ચેના બાળકો માટે અડધી ટિકિટ લઈને તેમને બર્થ ઉપલબ્ધ કરાવતું હતું. એક અન્ય વિકલ્પ હેઠળ જાે બાળક અલગ બર્થ ન લઈને સાથે જ મુસાફરી કરતાં વયસ્ક સાથે યાત્રા કરે તો પણ તેના માટે અડધી ટિકિટ લેવી પડે છે. આંકડામાં જાણકારી મળી કે આ સાત વર્ષોમાં ૩.૬ કરોડથી વધુ બાળકોએ રિઝર્વ સીટ કે બર્થનો વિકલ્પ પસંદ કર્યા વિના અડધી ટિકિટ આપી મુસાફરી કરી હતી. બીજી બાજુ ૧૦ કરોડથી વધુ બાળકોએ અલગ બર્થ કે સીટનો વિકલ્પ પસંદ કર્યો અને આખી ટિકિટનું ભાડું ચૂકવ્યું. આ આરટીઆઈ ચંદ્રશેખર ગૌડે કરી હતી. જવાબમાં એ પણ જાણકારી મળી કે રેલવેમાં મુસાફરી કરનારા કુલ બાળકોમાં લગભગ ૭૦ ટકા બાળકો સંપૂર્ણ બર્થ કે સીટ લઈને યાત્રા કરવાનું પસંદ કરે છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Indian Railway: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મોટું એલાન: જમ્મુ-ઉધમપુરથી દિલ્હી સુધી તાત્કાલિક 3 સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે

    May 9, 2025

    ICAI CA Exam 2025: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે CA પરીક્ષા મુલતવી રાખવામાં આવી, icai.org પર સૌથી મહત્વપૂર્ણ અપડેટ્સ જુઓ

    May 9, 2025

    Delhi Alert: ભારત-પાક તણાવ બાદ દિલ્હી એલર્ટ પર, લાલ કિલ્લો અને કૂતૂબ મિનાર સહિત ઐતિહાસિક સ્થળોની સુરક્ષા ચુસ્ત

    May 9, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.