Aadhaar Card: આધાર કાર્ડ ધારકો સાવધાન! ટૂંક સમયમાં કામ કરતું બંધ થઈ જશે આ સરકારી એપ, આજે જ ડાઉનલોડ કરો નવો ઓપ્શન
ભારતીય નાગરિકો માટે ઓળખના સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ એવા ‘આધાર કાર્ડ’ ને સંભાળતી સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ એક મોટી સત્તાવાર જાહેરાત કરી છે. UIDAI ના જણાવ્યા અનુસાર, હાલમાં કાર્યરત ‘mAadhaar App’ ટૂંક સમયમાં જ કાયમી ધોરણે બંધ થવા જઈ રહી છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા સ્માર્ટફોનમાં આ જૂની એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છો, તો તે ટૂંક સમયમાં જ કામ કરતી બંધ થઈ જશે. ડિજિટલ સેવાઓને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે, સરકારે સંપૂર્ણપણે નવું ‘Aadhaar App’ લોન્ચ કર્યું છે, જેને યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) અને એપલ એપ સ્ટોર (Apple App Store) પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. આ નવી એપનો મુખ્ય હેતુ નાગરિકોના ડેટાને વધુ સુરક્ષિત રાખવાનો અને વેરિફિકેશનની પ્રક્રિયાને ડિજિટલ રીતે સરળ બનાવવાનો છે.
The #mAadhaar App is retiring soon. Now experience a smarter, faster, and more secure digital journey with the new #AadhaarApp. From secure QR-based #Aadhaar sharing to enhanced privacy controls and seamless access to Aadhaar services — the new app is designed to make your… pic.twitter.com/snfeUx4Rgr
— Aadhaar (@UIDAI) May 15, 2026
સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ અને ૧૩ ભાષાઓનો સપોર્ટ
UIDAI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને પુષ્ટિ કરી છે કે જૂની મોબાઈલ એપ્લિકેશનને સેવામાંથી હટાવી લેવામાં આવશે. નવી ‘Aadhaar App’ ને અત્યંત સ્માર્ટ, ઝડપી અને વધુ સુરક્ષિત ડિજિટલ એક્સપિરિયન્સ પૂરો પાડવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. દેશના વિવિધ પ્રદેશોના નાગરિકો પોતાની માતૃભાષામાં આ સેવાનો લાભ લઈ શકે તે માટે આ નવી એપ્લિકેશનમાં ૧૩ ભારતીય ભાષાઓનો સપોર્ટ આપવામાં આવ્યો છે, જે ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપશે.
નવી આધાર એપના આધુનિક અને શાનદાર ફીચર્સ
આ નવી એપ્લિકેશનમાં યુઝર્સની પ્રાઇવસી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા એડવાન્સ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે:
QR કોડ આધારિત શેરિંગ (QR-Based Sharing): આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ દસ્તાવેજ પ્રિન્ટ કર્યા વિના, માત્ર ક્યુઆર કોડ સ્કેન કરીને ઓફલાઇન આઇડેન્ટિટી વેરિફિકેશન (Offline Identity Verification) કરાવી શકશે.
સિલેક્ટિવ શેર (Selective Share – પ્રાઇવસી ફીચર): આ નવું ફીચર યુઝર્સને પોતાનો મુખ્ય ઓળખ નંબર દર્શાવ્યા વિના પણ આઇડેન્ટિટી વેરિફિકેશનની સુવિધા આપે છે. યુઝર્સ પોતે નક્કી કરી શકશે કે સામેવાળી વ્યક્તિ કે એજન્સી સાથે કઈ માહિતી શેર કરવી છે, જેમ કે માત્ર ફોટો, નામ, ઉંમર, જેન્ડર, મોબાઈલ નંબર, સરનામું અથવા તો માત્ર આધાર સ્ટેટસ.
બાયોમેટ્રિક લોકિંગ કંટ્રોલ્સ (Biometric Locking Controls): આ સુરક્ષા ફીચર દ્વારા યુઝર્સ પોતાના ફિંગરપ્રિન્ટ, ફેસ ઓથેન્ટિકેશન (ફેસ આઈડી) અને આઈરિસ (આંખની કીકી) ના ડેટાને ડિજિટલ રીતે લોક કરી શકશે, જેથી તેનો કોઈ દુરુપયોગ ન કરી શકે. જ્યારે પણ જરૂર પડે ત્યારે યુઝર એપ દ્વારા આ લોકને અનલોક પણ કરી શકશે.
યુઝર્સે પ્રોફાઈલ ફરીથી સેટ કરવી પડશે
UIDAI એ હજુ સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે જૂની ‘mAadhaar’ એપમાં સેવ થયેલો યુઝર્સનો ડેટા આપોઆપ આ નવી એપ્લિકેશનમાં ટ્રાન્સફર થશે કે નહીં. આ સ્થિતિમાં, સલામતીના ભાગરૂપે તમામ વર્તમાન યુઝર્સે નવી અપડેટેડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી પોતાની પ્રોફાઇલ મેન્યુઅલી (જાતે) ફરીથી સેટઅપ કરવી પડશે. સરકારે તમામ નાગરિકોને વહેલી તકે આ નવી એપ પર શિફ્ટ થવાની અપીલ કરી છે જેથી ભવિષ્યમાં કોઈ ડિજિટલ સેવા મેળવવામાં અડચણ ન આવે.
