Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»અયોધ્યાની રામલીલામાં ફિલ્મી સ્ટાર્સનો જલવો ગજેન્દ્ર ચૌહાણ રાજા જનક, ગિરિજા શંકર રાવણની ભૂમિકામાં
    Entertainment

    અયોધ્યાની રામલીલામાં ફિલ્મી સ્ટાર્સનો જલવો ગજેન્દ્ર ચૌહાણ રાજા જનક, ગિરિજા શંકર રાવણની ભૂમિકામાં

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 19, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અયોધ્યામાં યોજાનારી રામલીલામાં આ વખતે ફિલ્મી સ્ટાર્સનો જલવો જાેવા મળશે. એવું લાગશે કે, રામલીલાનો મંચ નહીં પરંતુ રામાયણ આધારિત ધારાવાહિક જાેઈ રહ્યા છો.ખાસ વાત એ છે કે, આઠ અભિનેત્રીઓ રામલીલાના મંચ પર રામાયણના પાત્રને ભજવશે અને ૨૨થી વધુ ફિલ્મી કલાકાર વિભિન્ન પાત્ર ભજવશે.તેમાં પૂનમ ઢિલ્લો (મા શબરી), ગજેન્દ્ર ચૌહાણ (રાજા જનક), રઝા મુરાદ (અહિરાવણ), રાકેશ બેદી (વિભીષણ), ગિરિજા શંકર (રાવણ), અનિલ ધવન (ઈન્દ્રદેવ), રવિ કિશન (કેવટ), વરૂણ સાગર (હનુમાન), સુનિલ પાલ (નારદ મુનિ), રાહુલ ભુચર (શ્રી રામ), લીલી સિંહ (માતા સીતા), જિયા (કૈકેયી), ભાગ્યશ્રી (વેદમતી) સહિત અન્ય છે. આમાંથી ઘણા કલાકારો એવા છે જેમણે ગત વર્ષે પણ આ રામલીલામાં અભિનય કર્યો હતો.

    આ અંગે રામલીલાના અધ્યક્ષ સુભાષ માલિક અને મહાસચિવ શુભમ મલિકે જણાવ્યું કે, આ વર્ષે રામલીલા આયોજનનો આ ચોથી વખતનું પ્રદર્શન હશે. તેમણે જણાવ્યું કે, અયોધ્યાની રામલીલા ૧૪ ઓક્ટોબરથી ૨૪ ઓક્ટોબરના રોજ સાંજે ૭ઃ૦૦ વાગ્યાથી રાત્રે ૧૦ઃ૦૦ વાગ્યા સુધી અયોધ્યામાં રામ કથા પાર્કમાં આયોજિત કરવામાં આવશે. આ અવસર પર બોલીવુડ અભિનેતા રાહુલ ભૂચરે કહ્યું કે, તેમને એ વાતની વિશેષ ખુશી છે કે, તેઓ અયોધ્યાની રામલીલામાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.