Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»એશિયન ગેમ્સ ક્રિકેટ ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થશે ત્રણ ઓક્ટોબરે ભારતનો ક્રિકેટમાં ક્વાર્ટર ફાઈનલમાં મુકાબલો
    Cricket

    એશિયન ગેમ્સ ક્રિકેટ ૨૭ સપ્ટેમ્બરથી શરૂ થશે ત્રણ ઓક્ટોબરે ભારતનો ક્રિકેટમાં ક્વાર્ટર ફાઈનલમાં મુકાબલો

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 19, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એશિયન ગેમ્સ ૨૦૨૩ની આજથી શરૂઆત થવાની છે. જેમાં ૨૭ સેપ્ટેમ્બરના રોજ મેન્સ ક્રિકેટની શરૂઆત થશે. એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ સીધા ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. આ પહેલા ૯ મેચ રમાશે. ગ્રુપ મેચમાં જીતનાર ટીમોને પોઈન્ટ્‌સના હિસાબે ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા મળશે. ભારત ૩ ઓક્ટોબરના રોજે ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે.પાકિસ્તાનની ટીમ પણ ૩ ઓક્ટોબરના રોજ મેચ રમાશે. ભારતની મહિલા ક્રિકેટ ટીમ ૨૧ સેપ્ટેમ્બરના ક્વાર્ટર ફાઈનલ રમવા મેદાનમાં ઉતરશે.
    એશિયન ગેમ્સ ૨૦૨૩માં મહિલા ક્રિકેટમાં પહેલી મેચ ઇન્ડોનેશિયા અને મંગોલિયા વચ્ચે રમાશે. ભારતની સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાની ટીમ પણ સીધા ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. ભારત અને પાકિસ્તાનની મેચ ૨૧ સેપ્ટેમ્બરના રોજ રમાનાર છે. જાે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જીતે છે તો તે ૨૪ સેપ્ટેમ્બરે સેમીફાઈનલમાં મેચ રમશે.ત્યારબાદ ૨૫ સેપ્ટેમ્બરે ફાઈનલ રમાશે.

    મેન્સ ક્રિકેટ ૨૭ સેપ્ટેમ્બરથી યોજાશે. મેન્સ ક્રિકેટની પ્રથમ મેચ નેપાળ અને મંગોલિયા વચ્ચે રમાશે. મેન્સ ક્રિકેટમાં પણ ભારતીય ટીમ સીધા ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. આમાં પણ ભારત સાથે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહેલા જ પહોંચી ચુકી છે. મેન્સ ક્રિકેટની સેમિફાઈનલ ૬ ઓક્ટોબરે અને ફાઈનલ મેચ ૭ ઓક્ટોબરના રોજ રમાશે.

    ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ
    ઋતુરાજ ગાયકવાડ (સી), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ, આકાશ દીપ

    સ્ટેન્ડબાય પ્લેયર
    યશ ઠાકુર, સાંઈ કિશોર, વેંકટેશ અય્યર, દીપક હુડા, સાઈ સુદર્શન

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમ
    હરમનપ્રીત કૌર (સી), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, અમનજાેત કૌર, દેવિકા વૈદ્ય, પૂજા વસ્ત્રાકર, તિતાસ સાધુ, રાજેશ્વરી ગાયકવાડ, મિન્નુ મણિ, કનિકા આહુજા, ઉમા છેત્રી, અનુષા બારેડ્ડી

    સ્ટેન્ડબાય પ્લેયર
    હરલીન દેઓલ, કાશવી ગૌતમ, સ્નેહ રાણા, સૈકા ઈશાક

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    T20 World Cup 2026: ટિકિટ કેવી રીતે બુક કરવી અને તેની કિંમત કેટલી છે તે જાણો

    December 12, 2025

    T20I Series 2025: અભિષેક શર્માનો ધમાકો, વર્ષમાં 50 છગ્ગા પૂરા કર્યા

    December 12, 2025

    T20 World Cup 2026: ટિકિટનું વેચાણ શરૂ, પ્રવેશ 100 રૂપિયાથી શરૂ

    December 11, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.